May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftભારતમાં સોનાના ભાવમાં સપ્તાહના નીચલા લેવલથી તેજ ઉછાળો… ખરીદીનો સમય યોગ્ય કે...

ભારતમાં સોનાના ભાવમાં સપ્તાહના નીચલા લેવલથી તેજ ઉછાળો… ખરીદીનો સમય યોગ્ય કે સાવચેતી જરૂરી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ સપ્તાહના નીચલા સ્તર ૧,૨૯,૫૯૫ રૂપિયાથી ઉછળી ૧,૪૭,૨૭૦ રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો છે, જે ૧૭,૫૦૦ રૂપિયાનાથી વધુનો મજબૂત ઉછાળો દર્શાવે છે.

આજના વૈશ્વિક બજારના સંકેતો અને ક્રૂડ ઓઈલના વધઘટની અસરથી સોનામાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

ઇઝરાયેલ–અમેરિકા–ઇરાન વચ્ચેનો જીઓપોલિટિકલ તણાવ હજી યથાવત રહેતા સોનામાં અનિશ્ચિત વલણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૧૨૦ ડોલરના સ્તર પરથી ઘટીને ૯૩ ડોલર નજીક પહોંચી ગયું છે, જેનાથી ઇન્ફ્લેશનની ચિંતા મર્યાદિત થઈ છે અને સોનાને થોડી ટેકો મળી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે અમેરિકાના ટ્રેઝરી યીલ્ડ ઊંચા રહેતાં નોન-યિલ્ડિંગ એસેટ્સ જેમ કે સોનાની ઉપર દબાણ યથાવત છે. સાથે જ યુએસ ફેડરલ રિઝર્વ તથા અન્ય સેન્ટ્રલ બેન્કોના હોકિશ અભિગમે બજારમાં મર્યાદિત ઉછાળો જાળવી રાખ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ સોનામાં હાલ મજબૂત વોલેટિલિટી યથાવત છે. એમસીએક્સ પર ૧,૪૦,૦૦૦ રૂપિયાનો સપોર્ટ લેવલ મજબૂત રીતે જાળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મત અનુસાર ૧,૩૫,૦૦૦ થી ૧,૩૩,૫૦૦ રૂપિયાનો ઝોન મહત્વનો સપોર્ટ રહેશે.

ઉપરની તરફ ૧,૫૭,૬૦૦ રૂપિયાનું રેઝિસ્ટન્સ ઝોન મજબૂત માનવામાં આવી રહ્યું છે. આ લેવલ ઉપર મજબૂત ક્લોઝિંગ મળે તો આગળ વધતા બ્રેકઆઉટની સંભાવના બની શકે છે.

રોકાણ રણનીતિ :

હાલની પરિસ્થિતિમાં ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ યોગ્ય રહેશે. તાજેતરના તેજ ઉછાળા બાદ સોનામાં મોટા વોલ્યુમમાં ખરીદી કરતાં પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.

ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય છે, કારણ કે વૈશ્વિક સમાચારના આધારે અચાનક વોલેટિલિટી આવી શકે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સોનાના ભાવનો ટ્રેન્ડ જીઓપોલિટિકલ હેડલાઇન અને ક્રૂડ ઓઈલના મૂવમેન્ટ પર આધારિત રહેશે. જો યુદ્ધપ્રદેશમાં સમાધાનની દિશામાં કોઈ પણ હકારાત્મક સંકેત મળશે તો સોનામાં મર્યાદિત ઘટાડો શક્ય રહેશે. પરંતુ કોઈ નવા તણાવ અથવા અનિશ્ચિતતાથી સોનામાં ફરીથી તેજ ઉછાળો જોવા મળી શકે છે.

નિષ્ણાતોના મત મુજબ હાલ સોનામાં બુલિશ બાયસ નરમ છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે તબક્કાવાર ખરીદી યથાવત યોગ્ય રહેશે.

Spread the love

Most Popular