May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightટ્રમ્પની ચીન મુલાકાત વચ્ચે એનવિડિયા સીઈઓ જેનસન હ્વાંગનો અચાનક બેઇજિંગ પ્રવાસ ચર્ચામાં…...!!!

ટ્રમ્પની ચીન મુલાકાત વચ્ચે એનવિડિયા સીઈઓ જેનસન હ્વાંગનો અચાનક બેઇજિંગ પ્રવાસ ચર્ચામાં……!!!

વર્તમાન કારોબારી સેશનમાં એનવિડિયા સીઈઓ જેનસન હ્વાંગનો અચાનક બેઇજિંગ પ્રવાસ વૈશ્વિક ટેક સેક્ટરમાં વિશાળ ચર્ચાનો વિષય બન્યો છે. યુએસ પ્રમુખ ટ્રમ્પની ચીન મુલાકાતમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પહેલાં હ્વાંગની હાજરીએ AI ક્ષેત્ર અને ચિપ નીતિ અંગે નવી આશાઓ સાથે સાવચેતીનો માહોલ ઉભો કર્યો છે.

સૂત્રો અનુસાર, હ્વાંગ ટ્રમ્પના આમંત્રણ પર તાત્કાલિક એન્કરેજ પહોંચીને એર ફોર્સ વનમાં જોડાયા હતા. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે બેઇજિંગ સાથેની ચર્ચામાં ચીનના AI માર્કેટને ‘ઓપન અપ’ કરવો મુખ્ય એજન્ડા રહેશે.

કંપની વિશે :

એનવિડિયા હાલમાં વૈશ્વિક AI સેક્ટરનું સૌથી મજબૂત નામ માનવામાં આવે છે. કંપનીની એચ૨૦૦ શ્રેણીની ચિપ્સ માટે વિશ્વભરમાં ઊંચી માંગ યથાવત છે. હ્વાંગે ચીનના માર્કેટને આશરે ૫૦ અબજ ડોલરનું મહત્વપૂર્ણ અવસર ગણાવ્યું છે. હાલમાં વોશિંગ્ટનના એક્સપોર્ટ નિયંત્રણોને કારણે આ ચિપ્સની સપ્લાય મર્યાદિત છે, જેના પરિણામે કંપનીના શેરોમાં વોલેટિલિટી જોવા મળી રહી છે.

હ્વાંગની હાજરી પછી એનવિડિયા શેરોમાં આફ્ટર-ક્લોઝિંગ સેશનમાં આશરે ૩% જેટલો ઉછાળો નોંધાયો હતો, જે રોકાણકાર વિશ્વાસને દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

  • ટ્રમ્પ–શી બેઠકમાં વેપાર અને ટેક સેક્ટર મુખ્ય એજન્ડા તરીકે ચર્ચામાં છે.
  • ચીનમાં AI ચિપ્સ માટે અમેરિકાથી મંજૂરી મેળવવાનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે.
  • જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક ટેક સેક્ટરમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેક સ્ટોક્સમાં હાલ વૈશ્વિક સ્તરે વોલેટિલિટી વધતી જોવા મળી છે. એનવિડિયા માટે ટેકનિકલ ચાર્ટ મુજબ રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે, કારણ કે ચીન સંબંધિત નીતિ કોઈપણ દિશામાં બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉનનું કારણ બની શકે છે.

AI સેગમેન્ટ હાઈ-બીટા હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ટ્રમ્પ–શી બેઠકના પરિણામો મુજબ વૈશ્વિક ટેક સેક્ટરમાં મોટા મૂવ્સ જોવા મળી શકે છે. જો ચીન માર્કેટ માટે રાહત આપતા સંકેતો મળે તો એનવિડિયા સહિત AI સેગમેન્ટમાં બુલિશ બાયસ મજબૂત થઈ શકે છે. પરંતુ જો નિયંત્રણો યથાવત રહે, તો પસંદગીયુક્ત ધોવાણ અને સાવચેતીની સ્થિતિ ચાલુ રહી શકે છે.

Spread the love

Most Popular