May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૬૨૭ સામે ૮૩૩૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૧૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૩૮૩ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૭૯૦ સામે ૨૫૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૬૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૧૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૭૨૮ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડરના ભારત સાથે ટ્રેડ ડિલની વાટાઘાટ ફરી શરૂ થવાના સંકેત બાદ ફરી આવી શકયતા હાલ તુરત ટ્રમ્પ શાસને નકારતાં અને ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની ૨૫% ટેરિફ લગાવવાની ધમકી ઉચ્ચારતા ફરી શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્વના જોખમને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું છે. વૈશ્વિક ઓઈલ ભંડારો પર કબજો જમાવવાની મુરાદ્દ ધરાવતા ટ્રમ્પ વેનેઝુએલા બાદ હવે ઈરાનના ઓઈલ પુરવઠા પર નિયંત્રણ મેળવવાની હોડમાં હોઈ ફંડો શેરોમાં નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના કુવૈત ખાતેના ઓઈલ પ્રોજેક્ટોના ૮.૭ અબજ ડોલરના ટેન્ડરો કેન્સલ થવાના અહેવાલોની આજે બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. યુરોપ સાથે ભારતના ટ્રેડ કરાર થવાના પરિણામે ચાઈનીઝ કંપનીઓની યુરોપ રૂટથી ભારતમાં એન્ટ્રી કરવાનો  માર્ગ મોકળો થવાનું અને એના પરિણામે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સમસ્યા ઉભી થવાનું જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરતાં આજે ઓટો શેરોમાં ફંડો ફરી વેચવાલ બન્યા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે એ ગુ્રપના શેરોમાં ખરીદી છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા હોય એમ ઘમા શેરોમાં ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે શરૂઆતના સોદાઓમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો, જ્યારે વેપારીઓ વિદેશી ભંડોળના પ્રવાહ અને વૈશ્વિક ટેરિફ સંબંધિત ચિંતાઓ પર સાવધ રહ્યા. મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૪૯૯.૮૧ કરોડના ઇક્વિટી વેચ્યા, એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે. તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વિશ્વ બેંકે તેના ભારતનો નાણાકીય વર્ષ ૨૬નો વિકાસ દર ૭.૨% કર્યો છે અને નાણાકીય વર્ષ ૨૭ માટે ૬.૫% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે તે પછી રૂપિયામાં વધુ સુધારો થયો છે.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૧૮ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મંગળવારે તેના અગાઉના બંધ દર ૯૦.૨૩ કરતા ૫ પૈસા વધુ મજબૂત છે. ચલણ અનુક્રમે ૯૦.૨૭ અને ૮૯.૯૪ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% ઘટીને બંધ રહ્યા હતા.ઓઈલ,મેટલ-માઈનીંગ,કન્ઝયુમર ડયુરેબલ્સ,ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ,આઈટી-સોફ્ટવેર એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૦ અને વધનારની સંખ્યા ૨૦૧૭ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એક્સીસ બેંક ૨.૮૭%,જીન્દાલ સ્ટીલ ૨.૬૭%,એચડીએફસી એએમસી ૨.૪૭%,ગ્રાસીમ ૦.૭૭%,લ્યુપીન લીમીટેડ ૦.૬૭%,ઈન્ફોસીસ ૦.૫૫%,ગ્લેનમાર્ક ફાર્મા ૦.૨૮%,હવેલ્લ્સ ઇન્ડિયા ૦.૧૪% વધ્યા હતા,વોલ્ટાસ લીમીટેડ ૧.૬૩%,ટેક મહિન્દ્રા ૧.૫૫%,સન ફાર્મા ૧.૪૪%,લોધા ડેવલોપરર્સ ૧.૪૩%,એચડીએફસી બેંક ૧.૨૫%,સિપ્લા ૦.૯૫%,એસબીઆઈ કાર્ડ્સ ૦.૯૦%,ભારત ફોર્જ ૦.૮૫%,અદાની ગ્રીન ૦.૪૮%ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫% વધારાના ટેરિફની ધમકી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે.વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ટેરિફના તણાવ વચ્ચે વિશ્વ બેંકેભારતીય અર્થતંત્ર પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા ભારતનો જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો છે.વિશ્વ બેન્કે તેના લેટેસ્ટ અહેવાલમાં ભારતના વિકાસ દર અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૬માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને ૭.૨% કર્યો છે.ભારતની આર્થિક મજબૂતી પાછળ કેટલાક કારણો જવાબદાર છે.જેમ કે, વૈશ્વિક સ્તરે ગમે તેટલી ઉથલપાથલ થાય,પરંતુ ભારતની અંદરની માર્કેટ અને માંગ એટલી મજબૂત છે કે તે બહારના આંચકાઓને સહન કરી શકે છે.સરકારી કરમાં ઘટાડો અને કૃષિ ક્ષેત્રે સુધારો થતા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે,જેને કારણે વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ભારતીય ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતામાં સુધારો યુએસ ટેરિફની નકારાત્મક અસરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.ભવિષ્યનો પડકારમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦% (અને હવે સંભવિત ૭૫ %) ટેરિફ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો નાણાકીય વર્ષ ૨૦૨૭ માં ભારતનો વિકાસ દર ઘટીને ૬.૫% થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’ વચ્ચે પણ વિશ્વ બેન્કનો આ અહેવાલ ભારત માટે મોટી જીત સમાન છે. તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર વૈશ્વિક નિકાસ પર નિર્ભર નથી, પરંતુ તેનું આંતરિક માળખું કોઈપણ આર્થિક યુદ્ધનો સામનો કરવા સક્ષમ છે.આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી ૧૫,જાન્યુઆરી ૨૦૨૬ના ગુરૂવારના રોજ બીએસઈ અને એનએસઈ શેર બજારો બંધ રહેશે.

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

Investment in securities market are subject to market risks Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

 

Spread the love

Most Popular