May 7, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 7, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સ્પષ્ટ બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. શરૂઆતમાં જ મજબૂત ઓપનિંગ મળતા રોકાણકારોને ઇન્ડેક્સમાં અપસાઇડ મોમેન્ટમ સાથે ખરીદી તરફી માહોલ જોવા મળ્યો અને દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી હોવાં છતાં ખરીદી સ્ટ્રેટેજી સ્પષ્ટ રીતે અસરકારક રહી. વૈશ્વિક સંકેતોમાં સુધારો, સ્થાનિક ફંડ ફ્લો અને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે માર્કેટ સ્ટ્રક્ચર અપટ્રેન્ડમાં રહી અને રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો.

પશ્ચિમ બંગાળમાં ભાજપના જવલંત વિજય અને આસામ, પોંડિચેરીમાં સત્તા કાયમ રાખવાના પોઝિટીવ પરિબળ સામે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ વિરામનો અઘોષિત અંત આવી ગયો હોય એમ બજારમાં તેજી જોવા મળી હતી.

મારાં અંગત મત મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક હકારાત્મક ફેરફારોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ ઉછાળો આવ્યો છે. અમેરિકાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ ખતમ કરવાની જાહેરાત કરી છે, જેની બજાર પર સકારાત્મક અસર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અટકાવી દીધો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધ પર ડીલ થવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે રોકાણકારો ફરીથી સોના-ચાંદી તરફ વળ્યા છે. જેમાં અપેક્ષિત ઘટાડા બાદ નવેસરથી નવી ખરીદી જોવા મળી રહી છે.

સેન્સેક્સમાં આજે મજબૂત તેજી દ્વારા મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ પાર કર્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં મજબૂત ખરીદીથી ઇન્ડેક્સને મોટું સપોર્ટ મળ્યું. અંતે સેન્સેક્સ દિવસના ઊંચા લેવલ નજીક ક્લોઝ થયો.

બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૧૭ સામે ૭૭૪૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૭૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૯૫૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચરમાં લોંગ અને શોર્ટ કવરિંગ બંને જોવા મળ્યા. ઇન્ડેક્સે મહત્વપૂર્ણ સપોર્ટ ઉપર સ્ટેબિલિટી દર્શાવી અને સતત અપમૂવ જાળવી રાખ્યો.

નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :-  ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૦૬ સામે ૨૪૨૬૬  પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૬૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં મર્યાદિત રાહત અને ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જોવા મળી. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ ભારતીય બજાર માટે સપોર્ટિવ રહ્યા.

સ્થાનિક પરિબળો :- સ્થાનિક સ્તરે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત સપોર્ટ બની. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને વધારતા રહ્યા. રૂપિયામાં સ્થિરતા અને નીતિ આધારિત સપોર્ટ પણ બજાર માટે પોઝિટિવ રહ્યા. બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી, જે ઇન્ડેક્સના મુખ્ય ડ્રાઈવર રહ્યા. IT સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી.

ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગમાં સુધારા અને ખર્ચ નિયંત્રણથી તેજી રહી. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં વેલ્યુ બાયિંગ નોંધાયું.

મિત્રો, હાલનાં ઘટાડામાં ડીઆઈઆઈ દ્વારા મજબૂત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ ચાર્ટ પર બ્રેકઆઉટ અને તેજી માટે મહત્વપૂર્ણ રહ્યા. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ, ક્રૂડ ઓઈલમાં સ્થિરતા અને મજબૂત ફંડામેન્ટલ્સ રોકાણકારોના વિશ્વાસને વધારતા રહ્યા.

એફઆઈઆઈ દ્વારા ક્યારેક પ્રોફિટ બુકિંગને કારણે ઇન્ટ્રાડે વોલેટિલિટી જોવા મળી. ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખે છે. વૈશ્વિક અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે. એફઆઈઆઈ પ્રવૃત્તિ મિક્સ્ડ રહી, જેમાં કેટલીકવાર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. સપોર્ટને કારણે બજાર મજબૂત રહ્યું.

કોમોડિટી મૂવમેન્ટ :- વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ(MCX)માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં અંદાજીત રૂ ૮૦૦૦ અને સોનામાં રૂ ૨૫૦૦ સુધીનો જંગી વધારો નોંધાયો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક હકારાત્મક ફેરફારોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ ઉછાળો આવ્યો છે.

બેંકિંગ & ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ, પાવર, ઓટોમોબાઈલ અને સિલેક્ટિવ આઈટી સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી.

લાર્જકેપ અને ક્વોલિટી સ્ટોક્સ પર ફોકસ રાખો. બેંકિંગ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં અવસર શોધો.વોલેટાઇલ માર્કેટમાં ઓવર-ટ્રેડિંગ ટાળો અને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ રાખો.

આજના સેશનમાં બજાર મજબૂત બુલિશ ટ્રેન્ડમાં રહ્યું, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યો. ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને પરિબળો બજારને સપોર્ટ આપે છે, જે આગળની તેજી માટે સંકેત આપે છે.

ટૂંકા ગાળામાં બજાર પોઝિટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. જો નિફ્ટી ફ્યુચર 24404 પોઈન્ટના મહત્વપૂર્ણ લેવલ ઉપર ટકી રહે તો આગળ વધુ તેજી જોવા મળી શકે છે. નીચલા લેવલ પર ખરીદી યથાવત રહે તો બુલિશ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું  દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે  પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ  હવે ટ્રમ્પ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મૂકનારા અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજંપો કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ૧૨૮ ડોલર આંબી  જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૯૫ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયે ઉતરી જવાથી ભારત માટે  નેગેટીવ પરિબળો રચાયા છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular