વર્તમાન કારોબારી સેશનમાં એનવિડિયા શેરમાં મજબૂત ઉછાળો યથાવત રહ્યો છે, જ્યાં શેરે ત્રીજા સતત દિવસે તેજી દર્શાવી છે અને ૨૧૭.૮૦ ડોલર સુધી પહોંચતા નવા રેકોર્ડ લેવલ નોંધ્યા છે. કંપની માટે આ છેલ્લા છ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો બની શકે છે.
કંપનીએ IREN સાથે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગીદારી જાહેર કરતા બજારમાં બુલિશ બાયસ પ્રબળ રહ્યો છે.
કંપની વિશે :
AI પ્રોસેસર ક્ષેત્રમાં આગેવાન એનવિડિયાએ IREN સાથે ૨.૧ બિલિયન ડોલરનું રોકાણ જાહેર કર્યું છે. સાથે જ ૩.૪ બિલિયન ડોલરના ક્લાઉડ સર્વિસ રેવન્યુ માટે પાંચ વર્ષનો કરાર પણ નક્કી થયો છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ AI કેન્દ્રિત ડેટા સેન્ટરોની ક્ષમતા વધારવાનો છે.
IREN એનવિડિયાને જમીન, વીજળી અને ડેટા સેન્ટર સંચાલન માટે જરૂરી માળખાગત સપોર્ટ પૂરો પાડશે, જ્યારે એનવિડિયા પોતાની AI સિસ્ટમ્સ અને GPU આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઇકોસિસ્ટમ મજબૂત બનાવશે.
બજારના મુખ્ય પરિબળો :
ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ હોવા છતાં એનવિડિયા શેરમાં મજબૂત માંગ યથાવત રહી છે. AI ચિપ્સની વધતી માંગ અને નવા કરારો રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને Intel, AMD અને TSMC તરફથી સકારાત્મક અપડેટ્સ બાદ સેક્ટરમાં બુલિશ બાયસ વધુ મજબૂત બન્યો છે.
ત્યારબાદ, હાઇપરસ્કેલર્સ દ્વારા AI ક્ષેત્રમાં ૭૦૦ બિલિયન ડોલરથી વધુના અનુમાનિત મૂડી ખર્ચને એનવિડિયા માટે લાંબા ગાળાના સપોર્ટ ફેક્ટર તરીકે જોવામાં આવી રહ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ એનવિડિયા શેરમાં મજબૂત બ્રેકઆઉટ જોવા મળ્યો છે. ૨૧૭ ડોલર નજીકનો રેઝિસ્ટન્સ તૂટતા ખરીદી વધુ મજબૂત બની છે. ઉપરની તરફ ૨૨૦–૨૨૨ ડોલરનો ઝોન આગામી રેઝિસ્ટન્સ તરીકે મહત્વ ધરાવે છે.
નીચેની તરફ ૨૦૮–૨૧૦ ડોલર નજીકનું સપોર્ટ લેવલ મહત્વપૂર્ણ છે. કોઈ પણ ઘટાડે તબક્કાવાર ખરીદી રોકાણકારો માટે યોગ્ય બની શકે છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે અનુકૂળ.
• ઘટાડે તબક્કાવાર ખરીદી લાંબા ગાળાના દૃષ્ટિકોણથી યોગ્ય.
• સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી.
• વધતી વોલેટિલિટી દરમિયાન સાવચેતી જરૂરી.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એનવિડિયા શેરમાં મજબૂત વલણ યથાવત રહી શકે છે, કારણ કે AI આધારિત ઉદ્યોગોમાં વધતી માંગ અને નવા કરારો કંપની માટે સપોર્ટરૂપ બની રહ્યા છે. માર્કેટ કેપ ૫.૨ ટ્રિલિયન સુધી પહોંચી એનવિડિયા વૈશ્વિક ટેક લીડરશિપ વધુ મજબૂત કરી રહી છે. રેન્જ બાઉન્ડ ચાલીશ વચ્ચે ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવવું અનુકૂળ રહેશે.






