May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઆરબીઆઈ દ્વારા બેન્કોને ત્રિમાસિક નફો કોર કેપિટલમાં ઉમેરવાની મંજૂરી…...!!!

આરબીઆઈ દ્વારા બેન્કોને ત્રિમાસિક નફો કોર કેપિટલમાં ઉમેરવાની મંજૂરી……!!!

આરબીઆઈએ બેન્કિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત બેન્કોને હવે નાણાકીય વર્ષ દરમિયાન મળતા ત્રિમાસિક નફાને તેમની CET૧ કોર કેપિટલમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય સાથે બેન્કોને વધુ નાણાકીય લવચીકતા મળશે અને કેપિટલ સ્ટ્રેન્થ મજબૂત બનશે. આ નિયમ prudential norms ને અનુરૂપ જ રહેશે.

આરબીઆઈના ‘Commercial Banks – Prudential Norms on Capital Adequacy’ હેઠળની પાંચમી સુધારણા મુજબ, બેન્કોને ત્રિમાસિક નફો કેપિટલમાં ઉમેરવાની મંજૂરી ત્યારે જ મળશે જ્યારે તેમના તે ત્રિમાસિક નાણાકીય હિસાબો સંપૂર્ણ ઓડિટ અથવા લિમિટેડ રિવ્યૂ હેઠળની પ્રક્રિયા પૂર્ણ કરી હશે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ શેરોમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. આ નવી નીતિએ બેન્કોને ત્રિમાસિક ધોરણે કેપિટલ મજબૂત કરવાની તક પૂરતી આપી છે, જેથી વોલેટિલિટી વચ્ચે પણ કેપિટલ એડિક્વેસી રેશિયો જાળવી શકાય. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જોવા મળી રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટર માટે આ પગલું લાંબા ગાળે સહાયક સાબિત થઈ શકે છે. CET૧ કેપિટલ બેન્કોની નાણાકીય મજબૂતીનું મુખ્ય પરિમાણ છે. ત્રિમાસિક નફો સીધો કેપિટલમાં ઉમેરાતો હોવાથી બેન્કો હવે વધુ મજબૂત કેપિટલ પોઝિશન જાળવી શકશે. નાના અને મધ્યમ કદની બેન્કો માટે આ નિયમ વધુ લાભદાયી ગણાય છે, કેમ કે તેઓને મૂડીના સંચાલનમાં સહાયેલાઇ મળશે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ ઇન્ડેક્સ હાલ રેન્જ બાઉન્ડ ચાલમાં છે. સપોર્ટ લેવલ નજીક મર્યાદિત ખરીદી જોવા મળે છે, જ્યારે ઊંચા લેવલ્સ પર નફારૂપી વેચવાલી યથાવત છે. જો સેક્ટરમાં બ્રેકઆઉટ થશે તો આરબીઆઈના આ નવા નિયમને કારણે બુલિશ બાયસ વધુ મજબૂત બની શકે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આરબીઆઈના આ નિયમોના પ્રભાવને કારણે બેન્કિંગ સેક્ટરમાં સ્થિરતા અને વિશ્વાસ બંનેમાં વધારો થવાની ધારણા છે. CET૧ કેપિટલમાં ત્રિમાસિક નફાની ઉમેરણીથી બેન્કોની કેપિટલ એડિક્વેસી સ્થિતિ સુધરશે. તબક્કાવાર ખરીદીનો વલણ યથાવત રહી શકે છે, જ્યારે રોકાણકારોએ સાવચેતી સાથે પોઝિશન જાળવવી યોગ્ય ગણાય.

Spread the love

Most Popular