May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૫૭૬ સામે ૮૩૪૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૮૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૧૧૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૮૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૭૮૮ સામે ૨૫૭૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૫૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૩૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૮૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી અફડાતફડીના અંતે નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેકશનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.રિકવર થતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે અમેરિકન ચલણ નરમ પડવાને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો. જોકે, ચાલુ ભૂરાજકીય તણાવ અને ભારતીય નિકાસ પર સંભવિત યુએસ ટેરિફ અંગે ચિંતાઓ વચ્ચે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ભારતીય મૂડી બજારમાંથી સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રૂપિયામાં વધારો મર્યાદિત બન્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૩૭૬૯.૩૧ કરોડના ઇક્વિટી વેચ્યા, એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે. રોકાણકારો હવે વધુ સંકેતો માટે આ અઠવાડિયે જાહેર થનારા મેક્રોઇકોનોમિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે, શુક્રવારે જાહેર કરાયેલા તાજેતરના આરબીઆઈ ડેટા દર્શાવે છે કે ૨ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો ફોરેક્સ રિઝર્વ $૯.૮૦૯ બિલિયન ઘટીને $૬૮૬.૮૦૧ બિલિયન થયો છે,જેનાથી રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૧૫ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે શુક્રવારે તેના અગાઉના બંધ ૯૦.૧૮ થી ૩ પૈસા વધુ મજબૂત છે. ચલણ અનુક્રમે ૯૦.૨૫૦૦ અને ૯૦.૧૩૫૦ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રૅકોર્ડ સપાટી બનાવી છે. બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, પાવર  કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને હેલ્થકેર સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૨૪ અને વધનારની સંખ્યા ૧૫૬૯ રહી હતી, ૧૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીએસએ ૪.૯૧%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૨૫%,જીન્દાલ સ્ટીલ ૧.૭૨%,ટાટા કન્ઝ્યુમર ૧.૩૩%,ગ્રાસીમ લીમીટેડ ૧.૨૮%,લોધા ૧%,ભારત ફોર્જે ૦.૭૬%,અદાની પોર્ટસ ૦.૭૨%,ભારતી ઐરટેલ ૦.૬૮%,લ્યુપીન લીમીટેડ ૦.૬૧%,ગ્લેનમાર્ક ફાર્મા ૦.૪૩% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસીસ ૧.૦૭%,હવેલ્લ્સ ઇન્ડિયા ૦.૮૯%,એસબીઆઈ કાર્ડ્સ ૦.૮૧% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને બાનમાં લેવાની અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક રણનીતિએ ફરી ઘણા નાના દેશોનું અસ્તિત્વ જોખમમાં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવી ચૂકેલા ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ છે અને વિશ્વના ઓઈલ ભંડારો  પર કબજે કરતાં જઈ વિશ્વની ઓઈલ સપ્લાય-પુરવઠા પર પોતાનું નિયંત્રણ મેળવીને અમેરિકાને ફરી મહાસત્તા તરીકે પુન:પ્રસ્થાપિત કરવાનો અને વિશ્વ ન માને તો ત્રીજા વિશ્વ યુદ્વમાં લઈ જવાનો ખતરનાક ખેલ ખેલવાનું શરૂ કર્યું છે.ભારતે અમેરિકાની આ દાદાગીરી સામે નહીં ઝુંકવાની રણનીતિ અપનાવી સસ્તું ઓઈલ જે દેશો પાસેથી મળશે એ ખરીદવાની બતાવેલી મકક્મતાને જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ વણસવાની પૂરી શકયતા છે.

હવે કોર્પોરેટ પરિણામોની સીઝન પણ શરૂ થઈ ગઈ  છે ત્યારે કંપની પરિણામો બજાર પર ખાસ પોઝિટીવ અસર લાવી શકે એવી શકયતા ઓછી છે. ઉછાળા આવશે તો પણ ઉભરા જેવા નીવડી શકે છે. અમેરિકા, ઈરાન, વેનેઝુએલા, ચાઈના-તાઈવાન, રશીયા-યુક્રેન પર નજર અને આ વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી અને અથડાતા જોવાઈ શકે છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલો, ઊંચા મૂલ્યાંકન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે નજીકના ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે. આવા વાતાવરણમાં ઇન્ડેક્સ આધારિત તેજી કરતાં સેક્ટર-સ્પેસિફિક અને સ્ટોક-સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે.

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular