May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૨૦ સામે ૮૫૨૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૧૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૯૬ સામે ૨૬૩૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૨૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૨૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નવા કેલેન્ડર વર્ષની શરૂઆતે ફરી ફંડોએ તેમના પોર્ટફોલિયોમાં પડેલા શેરોમાં અને નવા શેરોમાં ખરીદીની તક ઝડપતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સફળ નહીં રહેતાં અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત મામલે અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ ટ્રેડિંગના અંતે સાવચેતી થઈ હતી.

વિશ્વમાં દરેક દેશો તેમની રક્ષણાત્મક નીતિ અપનાવી રહ્યા હોઈ ભારતે પણ પોતાના ઉદ્યોગોની સસ્તી આયાતો સામે સુરક્ષાને લઈ સ્ટીલની આયાત પર ટેરિફ વધારવાનો નિર્ણય લેતાં અને વધુ પગલાં અપેક્ષિત હોઈ તેમજ બુલિયન બજારમાં મોટી ઉથલપાથલ બાદ માર્જિનમાં વધારાના પરિણામે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો બોલાયો હોઈ ફંડો ઈક્વિટી તરફ વળવાની અપેક્ષાએ પણ આજે સ્થાનિક શેરબજારમાં ફંડો, મહારથીઓએ દિવસ દરમિયાન તેજી કરી હતી, પરંતુ અંતે ફંડોની વેચવાલીના દબાણે ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પહેલા દિવસે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, મૂડી બજારમાંથી સતત વિદેશી ભંડોળની નીકાસ થવાથી રૂપિયા પર દબાણ સર્જાયું હતું, જ્યારે વેપાર સંબંધિત અસ્પષ્ટ પરિસ્થિતિઓએ રૂપિયાને લઈને રોકાણકારોમાં ચિંતા વધારી હતી. સાપ્તાહિક યુએસ બેરોજગારીના દાવાઓ અણધારી રીતે ૧ મહિનાના નીચલા સ્તરે આવી ગયા પછી, ફેડ નીતિ માટે એક અનિચ્છનીય પરિબળ, વિદેશી ચલણ દ્વારા રૂપિયામાં વધુ ઘટાડો થયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૨ અને વધનારની સંખ્યા ૨૨૧૧ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એનટીપીસી લિ. ૨.૦૮%. ઈટર્નલ લિ. ૨.૦૫%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૪૦%, લાર્સન લિ. ૧.૩૮%, પાવર ગ્રીડ ૧.૨૩%, ટાટા સ્ટીલ ૧.૦૦%, ટેક મહિન્દ્ર ૦.૯૮%, ઈન્ડિગો ૦.૯૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૫%, ઈન્ફોસિસ લિ. ૦.૮૧%, અદાણી પોર્ટ્સ ૦.૭૮% અને ટાટા કન્સલ્ટન્સી ૦.૬૬% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૯.૬૯%, બજાજ ફાઈનાન્સ ૧.૪૬%, એશિયન પેઈન્ટ ૦.૬૩%, ભારત ઇલેક્ટ્રોનીક્સ ૦.૫૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૨%, ટાઈટન ૦.૧૯%, બજાજ ફિનસર્વ ૦.૧૪% અને એચડીએફસી બેન્ક ૦.૧૦% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં લેવાલી, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૩ લાખ કરોડ વધીને ૪૭૬.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવું અને આગામી વર્ષોમાં ત્રીજા સ્થાને પહોંચવાની મજબૂત સંભાવનાઓ ભારતીય શેરબજાર માટે લાંબા ગાળે અત્યંત હકારાત્મક સંકેત છે. મજબૂત જીડીપી વૃદ્ધિ, સ્થાનિક વપરાશમાં સતત વધારો, સરકારી મૂડી ખર્ચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં પીએલઆઈ જેવી યોજનાઓ બજારને મજબૂત આધાર પૂરો પાડે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થતંત્ર તરીકે ઉભરી આવી છે, જેનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો બંનેનો વિશ્વાસ લાંબા ગાળે વધવાની શક્યતા છે. બેંકિંગ, કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઈલ, ડિફેન્સ અને કન્ઝમ્પશન આધારિત સેક્ટરોમાં આવનારા સમયમાં સતત વૃદ્ધિ જોવા મળી શકે છે, જ્યારે મજબૂત કમાણી બજારને ઊંચા સ્તરે ટકાવી રાખવામાં મદદરૂપ બનશે.

ટૂંકા ગાળે, વૈશ્વિક વ્યાજદર, જિયોપોલિટિકલ તણાવ અને કોમોડિટી કિંમતોના ઉતાર-ચઢાવને કારણે શેરબજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ મૂળભૂત આર્થિક પાયા મજબૂત હોવાથી દરેક મોટું કરેકશન લાંબા ગાળાના રોકાણ માટે તક બની શકે છે. વિશ્વ બેંક, આઈએમએફ, મૂડીઝ, OECD, S&P, ADB અને ફિચ જેવી વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારત માટે સતત ૬-૭%ની વૃદ્ધિનો અંદાજ આપવામાં આવી રહ્યો છે, જે શેરબજાર માટે લાંબા ગાળાનો પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. વધતી બચત, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી મારફત વધતું સ્થાનિક રોકાણ અને ટેક્નોલોજી તથા ડિજિટલ ઈકોનોમીના વિસ્તારો ભારતીય શેરબજારને આગામી વર્ષોમાં નવી ઊંચાઈઓ તરફ દોરી શકે છે. કુલ મળીને, ટૂંકા ગાળાની અસ્થિરતા છતાં ભારતીય શેરબજારની ભાવી દિશા મજબૂત, સ્થિર અને વૃદ્ધિપ્રેરિત રહેવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular