રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૪૧ સામે ૮૫૩૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૦૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૪ સામે ૨૬૨૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૨૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી પતનના માર્ગે પટકાઈને ઐતિહાસિક નવી નીચી સપાટીએ ખાબકતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો માટે હવે એનએસડીએલ પર ઓડીઆઈ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાના અહેવાલે ફોરેન ફંડોનું ઉછાળે હેમરિંગ થતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ભારતનો આર્થિક-જીડીપી વૃદ્ધિનો ત્રિમાસિક આંક ૮.૨% પ્રોત્સાહક જાહેર થતાં અને ફુગાવા અંકુશમાં રહેતાં આરબીઆઈની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળનારી મીટિંગમાં આ વખતે વ્યાજ દરમાં ૦.૨૫% ઘટાડો અપેક્ષિત હોવા છતાં અમુક વર્ગ જીડીપીના મજબૂત આંકડાએ આરબીઆઈ વ્યાજ દર ઘટાડવાનું આ વખતે ટાળશે એવો અંદાજ મૂકવા લાગતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ફંડો, મહારથીઓએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો, કારણ કે તેના મુખ્ય વિદેશી ચલણ સામે અમેરિકન ચલણ મજબૂત હતું, જ્યારે આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગને કારણે તેમજ સતત વિદેશી ભંડોળના પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે પણ રૂપિયા પર દબાણ જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને ઓટો સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૩ અને વધનારની સંખ્યા ૧૫૮૬ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ્સ ૩.૧૧%, મારુતિ સુઝુકી ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૫૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૫૫%, બજાજ ફાઈનાન્સ ૦.૫૪%, એનટીપીસી લિ. ૦.૩૪%, ટેક મહિન્દ્રા ૦.૨૯% અને ટ્રેન્ટ લિ. ૦.૨૦% વધ્યા હતા, જ્યારે એક્સીસ બેન્ક ૧.૨૯%, એચડીએફસી બેન્ક ૧.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૪%, ભારત ઈલેક્ટ્રોનિકસ ૧.૦૧%, લાર્સન ટુબ્રો ૦.૯૯%, અદાણી પોર્ટસ ૦.૯૫% અને બજાજ ફિનસર્વ ૦.૯૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલકેપ, લાર્જકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૬ લાખ કરોડ ઘટીને ૪૭૨.૪૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના મજબૂત જીડીપી આંકડાઓને જોતાં ભારતીય રિઝર્વ બેન્ક ૩-૫ ડિસેમ્બરના રોજ તેની બેઠકમાં દરને યથાવત રાખી શકે છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની અપેક્ષાએ બજારમાં સ્થિરતા તો જળવાઈ રહેશે, પરંતુ સ્પષ્ટ દિશા હજુ મોનેટરી પોલિસીના સંકેતો પર નિર્ભર રહેશે. બીજી તરફ મજબૂત જીડીપી વૃદ્ધિ દર અને રિઝર્વ બેન્કનું તટસ્થ વલણ બજારમાં લાંબા ગાળાના રોકાણકારો માટે વિશ્વાસજનક પરિસ્થિતિ સર્જી શકે છે.
બીજી બાજુ, ફુગાવાનો અંદાજ ઘટાડીને ૨% સુધી લાવવાથી અને જીડીપી વૃદ્ધિનો અંદાજ ૭%થી વધુ વધારવાથી ભારતીય અર્થતંત્રની મજબૂતાઈનો સંદેશ મળે છે, જે રોકાણકારોના મનોબળને ટેકો આપે છે. મજબૂત મેક્રો ડેટા, સ્થિર નીતિગત વલણ અને પ્રવાહિતા સપોર્ટ જેવી પરિસ્થિતિઓ વિદેશી મૂડી પ્રવાહમાં ફરી સુધારો લાવી શકે છે. લાંબા ગાળે ભારતીય બજાર વિકાસકાળીન ચક્ર તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર સેક્ટર્સ મુખ્ય ડ્રાઇવર્સ બની શકે છે. ટૂંકા ગાળે બજારમાં વૈશ્વિક જોખમો અસ્થિરતા લાવી શકે છે તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







