May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજાર ફરી ઐતિહાસિક સપાટીએ…!!

ભારતીય શેરબજાર ફરી ઐતિહાસિક સપાટીએ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૦૯ સામે ૮૫૭૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૪૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૧ સામે ૨૬૪૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૩૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અંદાજીત ૧૪ મહિનાની લાંબી રાહ જોયા બાદ, ભારતીય શેરબજારે આજે ગુરુવારે ઇતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ તેના બાવન સપ્તાહની ઉચ્ચ સ્તરને પાર કરી સેન્સેક્સે પહેલીવાર ૮૬૦૫૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૬૪૯૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. અમેરિકાના તાજેતરના આર્થિક આંકડા થોડા નબળા આવતા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષાએ વિશ્વના અન્ય બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી હતી.

વિશ્વની સરખામણીમાં ભારતનો આર્થિક વિકાસ દર ખૂબ જ સારો હોવાથી મજબૂત જીડીપી વૃદ્ધિને કારણે કંપનીઓની કમાણી વધવાની અપેક્ષા તેમજ તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં મોટાભાગની ભારતીય કંપનીઓએ સારા પરિણામો રજૂ કર્યા હોવાને લીધે સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વ્યાજદર ઘટવાની આશાએ વિદેશી રોકાણકારોની સાથે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી પણ બજારને મજબૂત ટેકો આપ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિમાં નરમાઈની અપેક્ષાઓ મજબૂત હોવા છતાં, આયાતકારો તરફથી અમેરિકન ચલણની માંગમાં વધારો થવાને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં ક્રૂડના ભાવ ઘટી ચાર સપ્તાહની નીચી સપાટીએ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્શિયલ સર્વિસીસ, ફોકસ્ડ આઇટી, આઈટી, બેન્કેકસ અને ટેક સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૯ અને વધનારની સંખ્યા ૧૯૮૯ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૨.૨૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક  ૧.૨૪%, બજાજ ફિનસર્વ ૧.૧૧%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૨%, ઇન્ફોસિસ લિ. ૦.૫૪%, એચડીએફસી બેન્ક ૦.૫૪%, લાર્સેન લિ. ૦.૫૧%, આઈટીસી લિ. ૦.૪૨% અને કોટક બેન્ક ૦.૩૯% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૧.૪૨%, ઇટર્નલ લિ. ૧.૩૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૪%, ટાટા સ્ટીલ ૦.૯૭%, ટીસીએસ લિ. ૦.૮૧%, ટેક મહિન્દ્રા ૦.૬૭%, ટ્રેન્ટ લિ. ૦.૫૫%, ભારતી એરટેલ ૦.૫૨% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૯% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓક્ટોબર માસમાં આપેલો ૬.૬% જીડીપી ગ્રોથનો અંદાજ યથાવત્ રાખ્યા સાથે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા નોંધવામાં આવ્યું છે કે ટેરિફ સહિતના બાહ્ય પડકારો વચ્ચે પણ ભારત મજબૂત આર્થિક ગતિ જાળવી રાખશે, જ્યારે આવતા વર્ષ માટેનો અંદાજ ૬.૪%થી ઘટાડીને ૬.૨% કર્યો છે. આઈએમએફના મુજબ રિટેલ ફુગાવો નીચો છે અને આવનારા મહિનાઓમાં સ્થિર રહેશે, જેના કારણે ભાવ નિયંત્રણ અને નીતિગત નિર્ણયો લેવા માટે આરબીઆઈને સગવડ રહેવાની શક્યતા છે. આથી, આગામી મોનીટરી પોલિસી મીટિંગમાં વ્યાજદર ઘટાડાની સંભાવના પણ વધી છે.

આઈએમએફે જણાવ્યું કે બાહ્ય અનિશ્ચિતતા છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત મોમેન્ટમ સાથે આગળ વધી રહ્યું છે. તેણે જૂન ક્વાર્ટરની સમીક્ષા કરતા જણાવ્યું કે ગત વર્ષના ૬.૪% મજબૂત ગ્રોથ બાદ પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે ૭.૮% ગ્રોથ હાસલ કર્યો હતો, જે મજબૂત આંતરિક માંગ અને નીતિગત સપોર્ટનું પરિણામ છે. ઘરેલું અર્થવ્યવસ્થામાં સુધારા અને મજબૂત વપરાશ પ્રવૃત્તિઓ આગામી માસોમાં પણ ગ્રોથને ટેકો આપશે. તાજેતરમાં અનેક વૈશ્વિક અને સ્થાનિક એજન્સીઓએ પણ ભારતના ગ્રોથ આઉટલૂકમાં વધારો કર્યો છે અથવા અંદાજ યથાવત રાખ્યો છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular