May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજાર ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક બંધ...!!

ભારતીય શેરબજાર ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક બંધ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૮૭ સામે ૮૪૫૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૬૦૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૫૫ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૮૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજાર આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર ૨૦૨૫માં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વધતા વૈશ્વિક બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

ગઈકાલના ઘટાડા બાદ ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક પહોંચ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૮૫૬૦૦ પોઈન્ટની, જયારે નિફ્ટી ફ્યુચર ૩૦૦ પોઈન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાવી ૨૬૩૫૦ પોઈન્ટની સપાટીને પાર કરી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓ છતાં, આયાતકારોમાં અમેરિકન ચલણની સતત માંગને કારણે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૧ અને વધનારની સંખ્યા ૨૮૦૦ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફિનસર્વ ૨.૬૩%, બજાજ ફાઈનાન્સ ૨.૫૨%, ટાટા સ્ટીલ ૨.૦૪%, રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૯%, સન ફાર્મા ૧.૯૫%, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ૧.૯૨%, ઈન્ફોસિસ લિ. ૧.૮૧%, એક્સિસ બેન્ક ૧.૭૫%, ટેક મહિન્દ્ર ૧.૬૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૪%, લાર્સન લિ. ૧.૬૩%, અદાણી પોર્ટ્સ ૧.૪૯%, મારુતિ સુઝુકી ૧.૪૮%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, કોટક મહિન્દ્ર બેન્ક ૧.૪૦% અને ઈટર્નલ લિ. ૧.૪૦% વધ્યા હતા જ્યારે ભારતી એરટેલ ૧.૫૬% અને એશિયન પેઈન્ટ્સ ૦.૦૩% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૫૧ લાખ કરોડ વધીને ૪૭૪.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓ વધી અને ૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વભરમાં વધતા સપ્લાયને પગલે આગામી વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪%નો ઘટાડો નોંધાયો છે અને તાજેતરના રિપોર્ટ્સ સૂચવે છે કે આ દબાણ આગામી બે વર્ષમાં વધુ જોવા મળી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી તૂટી શકે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬માં જ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલર સુધી આવી શકે છે, જયારે વર્ષ ૨૦૨૭માં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ગોલ્ડમેન સાક્સે પણ બજારમાં પૂરતા કરતાં વધુ સપ્લાય અંગે ચેતવણી આપી છે. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રતિ બેરલ ૧ ડોલરનો ઘટાડો ભારતમાં ચાલુ ખાતાની ખાધમાં વર્ષનું લગભગ ૧.૫ થી ૧.૬ અબજ ડોલરનું સુધારણું લાવે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતીય રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓને ઓછા ઇનપુટ ખર્ચનો સીધો લાભ થશે, જે તેમના રિફાઇનિંગ અને માર્કેટિંગ માજીનને મજબૂત કરી શકે છે. સાથે સાથે ટાયર, પેઇન્ટ અને સૌથી વધુ લાભ એવિયેશન સેક્ટર આ પરિસ્થિતિ અત્યંત ફાયદાકારક બની શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular