May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્...!!

ટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૮૭૧ સામે ૮૪૨૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૧૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૪૬૬.૫૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૧૧ સામે ૨૫૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૮૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન મામલે બન્ને પક્ષો વચ્ચે સમજૂતીથી ઉકેલ આવવાની અપેક્ષા, અમેરિકાની રેર અર્થ માટે એશિયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાની તૈયારીના સંકેત આપતાં આજે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો.

પ્રાઈમરી માર્કેટમાં ખેંચાઈ ગયેલા રોકાણકારોના નાણા હવે આઈપીઓ લિસ્ટિંગ નિરાશાજનક ડિસ્કાઉન્ટે થઈ રહ્યું હોઈ રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં રોકાણમાં સાવચેત બની ફરી સેકન્ડરી માર્કેટમાં સક્રિય બનતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રોકાણમાં સાવચેત રહી ડાયરેક્ટ શેરબજારમાં રોકાણ કરતાં શેરોમાં આજે તેજી રહી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટડાઉનનો અંત આવવા સાથે મહત્વના સરકારી ડેટા જાહેર થવાનું શરૂ થશે તેવી ધારણાં અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિ આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરશે તેવી શકયતા વધતા અને અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો, જયારે ઓપેકના આવનારા મન્થલી રિપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી માંગના વાર્ષિક અંદાજ જાહેર કરનાર છે તે પહેલા ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, યુટિલિટીઝ અને મેટલ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૧ અને વધનારની સંખ્યા ૨૫૦૯ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૪.૪૬%, ટેક મહિન્દ્ર ૩.૩૪%, ટીસીએસ લિ. ૨.૭૩%, બજાજ ફિનસર્વ ૨.૪૨%, અદાણી પોર્ટસ ૨.૧૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૪%, ભારતી એરટેલ ૧.૫૨%, ઇન્ફોસિસ લિ. ૧.૩૬%, ટ્રેન્ટ લિ. ૧.૩૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૯% અને ઇટર્નલ લિ. ૧.૦૩% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૩૦%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૨૮%, ટાટા મોટર્સ ૦.૭૯%, બીઈએલ ૦.૬૪%, કોટક બેન્ક ૦.૨૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૬%, એચડીએફસી બેન્ક ૦.૨૩% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૧૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૭૫ લાખ કરોડ વધીને ૪૭૩.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ચાલી રહેલા આર્થિક અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્વના અસરો તથા એશિયાઈ મોરચે વધતા સંકટો વચ્ચે વૈશ્વિક રોકાણકારો સ્થિર અર્થતંત્ર ધરાવતા દેશોની શોધમાં છે. ભારતની મજબૂત માઈક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી, મજબૂત જીએસટી વસૂલાત અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ફોકસને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ફરી ભારતીય બજાર તરફ વળવાની શક્યતા છે. વૈશ્વિક બેરોજગારી અને ટેકનોલોજી સેક્ટરમાં ઉથલપાથલ વચ્ચે ભારતના સર્વિસ સેક્ટર, ફાર્મા, ઈન્ફ્રા અને પાવર થીમ્સ પર રોકાણ વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં ઈક્વિટી માર્કેટ માટે “રિલેટિવ આઉટપરફોર્મન્સ” ચાલુ રહે એવી ધારણા સાથે રોકાણકારો માટે ઘટાડે ખરીદીની તક ઉભી થઈ શકે છે.

જોકે, વૈશ્વિક સ્તરે વધતા અસ્થિરતાના કારણે રોકાણકારો માટે સાવચેતી અનિવાર્ય રહેશે. ઈઝરાયેલ, રશિયા અને એશિયાઈ મોરચાઓ પર રાજકીય અસ્થિરતા, અમેરિકાના શટડાઉન જેવી સ્થિતિ, તથા વૈશ્વિક ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશનો પર પડતા દબાણોને જોતા શોર્ટ-ટર્મ વોલેટિલિટી વધી શકે છે. છતાં મધ્યમ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ભારત “રિલેટિવ સ્ટેબલ માર્કેટ” તરીકે ઉભરતું રહે એવી ધારણા છે. ડિસેમ્બર પૂર્વે પોર્ટફોલિયો રીબેલેન્સિંગ અને વેલ્યુએશન સુધારાની પ્રક્રિયા દરમિયાન પસંદગીના ગુણવત્તાવાળા શેરોમાં વેલ્યુબાઈંગની તકો ઉભી થવાની શકયતા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular