May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૯૩૮ સામે ૮૩૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૬૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૯૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૦૫ સામે ૨૫૮૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ફંડોએ મોટું સેલિંગ કરતાં અને મહારથીઓએ પણ નવી તેજીમાં સાવચેત બની અવિરત પ્રોફિટ બુકિંગ કરતા ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, પરંતુ દિવસના અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડિલ થયાના અને ચાઈના પરના ટેરિફમાં ઘટાડો કરાયા સામે ભારત સાથે ટ્રેડ ડિલ કરી રહ્યાના ટ્રમ્પના નિવેદન છતાં કેટલીક મહત્વની બાબતોએ ટ્રેડ ડિલમાં ફરી અનિશ્ચિતતાને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી રહી હતી. બીજી તરફ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વકરતાં અને યુક્રેન-રશિયા યુદ્ધને લઈ અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ફંડો દિવસ દરમિયાન સાવચેત રહ્યા હતા.

પરંતુ, દિવસના અંતે શેરબજારમાં સકારાત્મક મૂલ્યાંકન અને મજબૂત ટેકનિકલ સંકેતો જોવા મળ્યા હતા, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ અને વિશ્વાસ વધ્યો. ભારતમાં ગત કેટલાક દિવસોમાં સકારાત્મક આર્થિક અને નીતિમાં સુધારાઓના સંકેતો, સરકારના નવા આર્થિક પેકેજ અથવા અર્થતંત્ર માટેના નિર્ણયોને કારણે શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો, જેના કારણે વૈશ્વિક વેપાર પર અનિશ્ચિતતા વચ્ચે વિદેશી મૂડીના સતત પ્રવાહને ટ્રેક કરવામાં આવ્યો. અમેરિકા વેનેઝુએલાના લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો ઇરાદો ધરાવે છે તેવા અહેવાલો પછી ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ પણ સ્થાનિક એકમ પર ભારે પડ્યા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ફોકસ્ડ આઈટી, એફએમસીજી, ઇન્ડસ્ટ્રીયલ્સ અને પાવર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૯ અને વધનારની સંખ્યા ૨૨૨૭ રહી હતી, ૨૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૦%, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ ૧.૬૯%, એટર્નલ લિ. ૧.૪૮%, સ્ટેટ બેંક ૪.૪૧%, ભારતી એરટેલ ૦.૯૩%, સન ફાર્મા ૦.૭૯%, કોટક બેંક ૦.૬૩% અને એચડીએફસી બેંક ૦.૪૯% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૩.૩૭%, આઈટીસી લિ. ૧.૫૦%, ટીસીએસ લિ. ૧.૩૬%, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૨૭%, ભારત ઇલેક્ટ્રોનિક ૦.૯૨%, ટાઈટન લિ. ૦.૪૬%, ટેક મહિન્દ્રા ૦.૪૨% અને એનટીપીસી લી. ૦.૩૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે હાલની પરિસ્થિતિમાં વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિમાં થયેલા ફેરફારનો મહત્વપૂર્ણ પ્રભાવ જોવા મળી શકે છે. અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં મળેલા તાત્કાલિક વિરામ અને એશિયન દેશો સાથે થયેલી નવી રેર અર્થ ડિલ્સથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં થોડી રાહત મળી છે, જેનાથી ઈક્વિટી માર્કેટમાં થોડો પોઝિટિવ સેન્ટીમેન્ટ ઉભો થયો છે. જોકે, ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેનના તણાવભર્યા પરિસ્થિતિઓથી જીઓપોલિટીકલ જોખમો હજી યથાવત છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો માટે નફાખોરી અને જોખમ વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક રહેશે. ટેકનોલોજી, એનર્જી અને મેટલ જેવા સેક્ટરમાં વૈશ્વિક સ્તરે થનારા ફેરફારનો સીધો પ્રભાવ ભારતીય કંપનીઓ પર પડશે, ખાસ કરીને તે કંપનીઓ પર જેઓનું વિદેશી એક્સપોઝર વધારે છે.

આગામી દિવસોમાં ભારતીય બજારો માટે સૌથી મોટો પોઝિટિવ ફેક્ટર ભારત-અમેરિકા વચ્ચેની સંભવિત ટ્રેડ ડિલ બની શકે છે. જો આ ડિલ સફળતાપૂર્વક સાકાર થશે, તો તે ન માત્ર ભારતીય નિકાસ ઉદ્યોગ માટે, પરંતુ ડિફેન્સ, ટેક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે પણ વૃદ્ધિની નવી તકો ઉભી કરી શકે છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલી કોર્પોરેટ કમાણીની મિશ્રિત સિઝન વચ્ચે પણ ડોમેસ્ટિક ફંડ્સની સતત ખરીદી બજારને ટેકો આપી રહી છે. વિદેશી ફંડોનું ફરી વળતર જો શરૂ થાય, તો નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારતીય શેરબજારમાં અણધારેલી તેજી જોવાઈ શકે છે. આ પરિસ્થિતિમાં રોકાણકારોએ હાલની કરેકશન ફેઝને એક ‘બાય-ઓન-ડિપ્સ’ તક તરીકે જોવી જોઈએ અને ગુણવત્તાવાળા સ્ટોક્સમાં ધીરજપૂર્વક પોઝિશન બિલ્ડ કરવી યોગ્ય રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular