May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૦૪ સામે ૮૪૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૯૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૩૧ સામે ૨૬૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ઇન્ડેક્સ બેઝડ કડાકા સાથે ફંડો, ખેલંદાઓ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં નવી ખરીદીમાં સાવચેત બન્યા હતા. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષિત ૦.૨૫%નો ઘટાડો કર્યા છતાં વધુ ઘટાડાનો કોઈ સંકેત નહીં અપાતાં અને અમેરિકા તથા ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં બન્ને દેશોના પ્રમુખની મીટિંગ પોઝિટીવ રહી બન્ને દેશો રેર અર્થ સહિતમાં ટ્રેડ ડિલ કરતાં અને ટ્રમ્પે ચાઈના પરના ટેરિફને ૧૦% ઘટાડતાં પોઝિટીવ ડેવલપમેન્ટ વચ્ચે ભારતીય બજારમાં આજે ફંડો, મહારથીઓએ કોર્પોરેટ પરિણામોની સીઝન અને ભારત તેમજ અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ક્યારે અને કઈ શરતો પર થશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ સાવચેતીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં પા ટકાનો ઘટાડો કરાયો બાદ હવે પછી ડિસેમ્બર માસમાં મળનારી મિટિંગમાં કદાચ વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે નહિં એવા સંકેતો વહેતા થતાં શુક્રવારે ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ઓપેક દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારાશે એવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૭૦ અને વધનારની સંખ્યા ૧૭૮૪ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૩.૯૫%, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૦૯%, ટીસીએસ લિ. ૦.૭૩%, આઈટીસી લિ. ૦.૩૭% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૧% વધ્યા હતા, જ્યારે ઇટર્નલ લિ. ૩.૫૨%, એનટીપીસી લિ. ૨.૩૯%, કોટક બેન્ક ૧.૫૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૮%, બજાજ ફિનસર્વ ૧.૨૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૭%, ટ્રેન્ટ લિ. ૧.૦૬%, એચડીએફસી બેન્ક ૧.૦૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૧%, બજાજ ફાઈનાન્સ ૦.૮૯%, સન ફાર્મા ૦.૮૧% અને ટાટા સ્ટીલ ૦.૭૬% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૧ લાખ કરોડ ઘટીને ૪૭૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર હાલ કોન્સોલિડેશનના તબક્કામાં છે, પરંતુ તેની લાંબાગાળાની દિશા હજુ પણ સકારાત્મક છે. છેલ્લા દાયકામાં મજબૂત આર્થિક વૃદ્ધિ, સ્થિર માઈક્રો ઈકોનોમિક પરિસ્થિતિ, સરકારના રિફોર્મ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો અને સ્થાનિક રોકાણકારોના વધતા હિસ્સાને કારણે બજારે અદભૂત પ્રદર્શન કર્યું છે. હાલના સમયમાં ચાઈના અને તાઈવાન જેવા ઈમર્જિંગ માર્કેટ્સ પુનરાગમન કરી રહ્યા છે, જે ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટને વૈશ્વિક સ્તરે થોડી અસર કરી શકે છે. છતાં, ભારતનું મજબૂત આંતરિક માંગ આધારિત અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ અને સેવા સેક્ટરનો સતત વિસ્તાર અને ફાઇનાન્શિયલ ઈન્ક્લૂઝન જેવી પહેલો તેને આગામી વર્ષોમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં પ્રીમિયમ પોઝિશન જાળવવામાં મદદરૂપ થશે.

આગામી વર્ષોમાં ભારતીય બજારનું પ્રદર્શન થોડી અસ્થિરતા વચ્ચે સ્થિર વૃદ્ધિના માર્ગે રહેવાની સંભાવના છે. વૈશ્વિક જીઓપોલિટિકલ જોખમો, યુએસ વ્યાજદર અને ક્રૂડઓઈલના ભાવ જેવી બાબતો ટૂંકાગાળે દબાણ બનાવી શકે, પરંતુ લાંબાગાળે કોર્પોરેટ કમાણીમાં સુધારો, મજબૂત જીડીપી વૃદ્ધિ અને ડિજિટલ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પરિવર્તનો રોકાણકારોને આકર્ષિત રાખશે. વેલ્યુએશન પ્રીમિયમ ભલે ઊંચું હોય, પરંતુ ભારતની વૃદ્ધિશીલ અર્થવ્યવસ્થા અને સ્ટેબલ પોલિસી ઈકોસિસ્ટમ તેને ઈમર્જિંગ માર્કેટ્સમાં “સ્ટ્રક્ચરલ આઉટપરફોર્મર” તરીકે સ્થિર રાખશે. એટલે કે, આગામી પાંચ વર્ષમાં બજાર વધુ મર્યાદિત પરંતુ ટકાઉ વૃદ્ધિ સાથે આગળ વધવાની દિશામાં દેખાય છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular