May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી...!!

ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૯૭ સામે ૮૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૩૮ સામે ૨૬૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સ્થાનિક તેમજ વૈશ્વિક કારણોની પાછળ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં અમેરિકાના ચાર એશિયન દેશો સાથે ટ્રેડ ડિલ અને જાપાન સાથે મોટી ડિલ બાદ હવે ચાઈના સાથે આગામી દિવસોમાં થનારી ટ્રેડ વાટાઘાટ પર નજરે થઈ રહેલી ઉથલપાથલ વચ્ચે આજે ભારતીય શેરબજારો પણ તેજીને ફરી બ્રેક લાગી હતી. સાથે સાથે વોલેટીલિટીના અંતે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સાથે ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના સંકેતો સાથે ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે કમિટિ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યા બાદ આગામી નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાને નકારી કાઢ્યા બાદ ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઈઝરાયેલ દ્વારા ગાઝા પર ફરી હુમલા શરૂ કરાયાના અહેવાલે ક્રૂડ ઓઈલનો વૈશ્વિક પૂરવઠો વધવાની ચિંતાએ ક્રુડઓઈલના ભાવમાં નરમાઈ ચાલુ રહી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ઈન્ડસ્ટ્રીયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૧ અને વધનારની સંખ્યા ૧૮૭૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લાર્સન એન્ડ ટુબ્રો ૦.૯૧%, બીઈએલ ૦.૬૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, મારુતિ સુઝુકી ૦.૨૯%, અદાણી પોર્ટ્સ ૦.૨૨%, ટાઈટન ૦.૨૦% અને તાતા મોટર્સ પેસેન્જર વેહિકલ ૦.૧૭% વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૧.૬૪%, પાવર ગ્રીડ ૧.૪૫%, ટેક મહિન્દ્ર ૧.૩૩%, ઈન્ફોસિસ લિ. ૧.૧૪%, બજાજ ફાઈનાન્સ ૧.૦૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૮%, એચડીએફસી બેન્ક ૦.૯૭%, બજાજ ફિનસર્વ ૦.૯૬%, હિંદુસ્તાન યુનિલીવર ૦.૮૧%, એનટીપીસી ૦.૮૦%, એક્સિસ બેન્ક ૦.૭૭%, ટ્રેન્ટ લિ. ૦.૭૭% અને સન ફાર્મા ૦.૭૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૧ લાખ કરોડ ઘટીને ૪૭૨.૩૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ફેડરલ રિઝર્વના ૦.૨૫% વ્યાજદર ઘટાડાના નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે લિક્વિડિટી સુધરવાની ધારણા મજબૂત બની છે, જેનાથી ભારતીય શેરબજારમાં પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે. યુએસમાં ધીમો ફુગાવો અને નરમ નાણાકીય નીતિ રોકાણકારોને ઈક્વિટી માર્કેટ તરફ આકર્ષિત કરશે, ખાસ કરીને ઉદયમાન અર્થતંત્રો તરફ વિદેશી મૂડી પ્રવાહ વધવાની શક્યતા છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી રૂપી પર દબાણ ઘટી શકે છે, જેના કારણે FII પ્રવાહમાં વધારો થવાની આશા છે. આથી ભારતીય બજારમાં બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર ડિમાન્ડ આધારિત સેક્ટરોમાં તેજીનું વલણ જોવા મળી શકે છે. સાથે જ, વૈશ્વિક રોકાણકારો માટે ભારત ઉંચા વૃદ્ધિ દર અને સ્થિર માઈક્રો ઈકોનોમિક પરિસ્થિતિને કારણે આકર્ષક ડેસ્ટિનેશન તરીકે ઉભરશે.

આ નિર્ણયથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર પણ નીતિ દર ઘટાડવાનો દબાણ વધ્યો છે, જે સ્થાનિક શેરબજાર માટે વધુ ટેકો રૂપ સાબિત થઈ શકે છે. જો ડિસેમ્બરમાં એમપીસી બેઠકમાં આરબીઆઈ ૦.૨૫%નો દર ઘટાડો કરે, તો કૉર્પોરેટ લોન ખર્ચ ઘટશે અને ઈન્વેસ્ટમેન્ટ સાયકલ ફરી વેગ પકડશે. સ્થાનિક માંગમાં સુધારાને ધ્યાને રાખીને એફએમસીજી, રિયલ એસ્ટેટ અને ઓટો સેગમેન્ટમાં ખાસ લાભ જોવા મળી શકે છે. જો કે, રોકાણકારોએ વૈશ્વિક ફુગાવા અને ભૂરાજકીય જોખમ પર નજર રાખવી જરૂરી છે. કુલ મળીને, ફેડના આ નિર્ણયથી ટૂંકા ગાળે ભારતીય શેરબજાર માટે ભાવિ દિશા હકારાત્મક રહી શકે છે, ખાસ કરીને લિક્વિડિટી વધારાથી સ્મોલ અને મિડકેપ શેરોમાં વધુ ગતિ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular