May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૨૧૧ સામે ૮૪૨૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૨૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૭૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૧૪ સામે ૨૫૯૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૦૧૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

એશિયા – યુરોપના બજારોમાં તેજી સાથે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર પણ ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં નવા વર્ષમાં આકર્ષક સુધારા સાથે ભારતીય શેરબજાર ઇન્ડેક્સ બેઝડ તેજી તરફ આગળ વધ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશી રોકાણકારોની નોંધપાત્ર ખરીદી બજાર માટે મુખ્ય ટેકારૂપ બન્યું છે. ઉપરાંત, અમેરિકામાં ફુગાવો નરમ રહેતાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાની શક્યતા વધવાથી વૈશ્વિક સ્તરે લિક્વિડિટીનું પ્રવાહ ઉભરતા બજારો તરફ વળી રહ્યું છે. આ સાથે જ, જિઓ-પોલિટિકલ સ્થિરતા અને વૈશ્વિક શેરબજારોમાં સુધારાના ટ્રેન્ડે રોકાણકારોના ભાવને વધાર્યો છે. અમેરિકન માર્કેટ્સ નવી રેકોર્ડ ટોચે પહોંચતા એશિયન અને ભારતીય બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, સપ્ટેમ્બર માસમાં યુએસ ફુગાવો અપેક્ષા કરતા નરમ આવતા વર્ષ ૨૦૨૫માં ફેડરલ રિઝર્વના દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધતા ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકા – ચીન વચ્ચે વેપાર તણાવ વચ્ચે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. 

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૪ અને વધનારની સંખ્યા ૨૧૭૮ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારતી એરટેલ ૨.૫૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈટર્નલ લિ. ૨.૧૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૦૮%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૬૪%, ટાટા સ્ટીલ ૧.૨૦%, એક્સીસ બેન્ક ૦.૯૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૨%, એચડીએફસી બેન્ક ૦.૮૨% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૧% વધ્યા હતા, જ્યારે કોટક બેન્ક ૧.૭૪%, બીઈએલ ૧.૬૨%, ઇન્ફોસિસ લિ. ૧.૩૫%, અદાણી પોર્ટસ ૦.૫૬%, બજાજ ફાઈનાન્સ ૦.૪૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૭%, સન ફાર્મા ૦.૩૨% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૨% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩ લાખ કરોડ વધીને ૪૭૧.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સંવત ૨૦૮૨ની શરૂઆતથી જ બજારમાં આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા છતાં ભારતની આંતરિક આર્થિક પરિસ્થિતિ મજબૂત છે. મોંઘવારી નિયંત્રણમાં રહેતા સંકેતો, સ્થિર વ્યાજદર, મજબૂત કોર્પોરેટ કમાણી અને સરકારી મૂડી ખર્ચમાં વધારો – આ બધા પરિબળો બજારમાં વિશ્વાસ વધારવામાં સહાયક બની રહ્યા છે. સાથે જ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ અને કન્ઝ્યુમર ડિમાન્ડ જેવા ક્ષેત્રોમાં સુધરતા સંકેતો રોકાણકારોમાં સકારાત્મકતા ફેલાવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ તથા રીટેલ રોકાણકારોનો સતત પ્રવાહ બજારને નીચેના સ્તરેથી ટેકો આપતો રહેવાની શક્યતા છે.

આગામી સમયમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ ખાસ કરીને અમેરિકા, ચાઈના અને રશિયા વચ્ચેના સંબંધો બજારના મૂડને અસર કરશે, પરંતુ હાલના તબક્કે ભારત અન્ય ઉદયમાન અર્થતંત્રોની તુલનામાં વધુ સ્થિર દેખાઈ રહ્યું છે. વિદેશી ફંડોનો વહીવટ ફરી ભારત તરફ વળે તેવી આશા છે, ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતામાં “સેફ હેવન” તરીકે ભારતની ઓળખ વધતી જાય છે. તેથી, ટૂંકા ગાળામાં થોડી અસ્થિરતા રહે છતાં મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દિશા તેજી તરફી રહી શકે છે, જેમાં બેન્કિંગ, ઇન્ફ્રા, ફાર્મા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પસંદગીના રોકાણથી સારું વળતર મળવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular