HomeBusiness News - RightRBI દ્વારા રેપો રેટ ૫.૨૫% પર યથાવત, અનિશ્ચિતતા વચ્ચે ન્યુટ્રલ સ્ટેન્સ જાળવ્યો...!!!

RBI દ્વારા રેપો રેટ ૫.૨૫% પર યથાવત, અનિશ્ચિતતા વચ્ચે ન્યુટ્રલ સ્ટેન્સ જાળવ્યો…!!!

RBI ની MPC મીટિંગમાં સર્વાનુમતે રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને “ન્યુટ્રલ” સ્ટેન્સ પણ સતત સાતમી વખત યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે RBI એ FY૨૭ માટેના આર્થિક અંદાજોમાં પણ ફેરફાર કર્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું, El Nino ની સ્થિતિ, જીઓપોલિટિકલ વિકાસ અને વૈશ્વિક વેપાર નીતિને કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. RBI એ FY૨૭ માટે GDP ગ્રોથના અંદાજને ૬.૬% થી વધારીને ૬.૭% કર્યો છે, જ્યારે CPI ઈન્ફ્લેશનનો અંદાજ ૫.૧% થી ઘટાડીને ૫.૦% કરવામાં આવ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ઈન્ફ્લેશનમાં વધારો મુખ્યત્વે ફૂડ અને ફ્યુઅલ સંબંધિત સપ્લાય સાઈડના દબાણને કારણે હોઈ શકે છે. વૈશ્વિક સ્તરે એનર્જી પ્રાઈસ અને વેપાર નીતિમાં અનિશ્ચિતતાને કારણે કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો થવાની શક્યતા છે, જે માટે સાવચેતી અનિવાર્ય છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં CPI ઈન્ફ્લેશન Q3 માં ૫.૯% સુધી પહોંચી શકે છે, જે MPC ની ઉપરની મર્યાદાની નજીક છે. જોકે, RBI હેડલાઇન ઈન્ફ્લેશનને ૪% ના લક્ષ્ય સુધી લાવવા માટે કટિબદ્ધ છે. આગામી સેશન્સમાં બજારની દિશા આ ડેટા અને વૈશ્વિક સંકેતો પર આધારિત રહેશે.

Spread the love

Most Popular