HomeBusiness News - Rightમોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ IPO: 10 ઓગસ્ટથી ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને વિગતો...!!!

મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ IPO: 10 ઓગસ્ટથી ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને વિગતો…!!!

મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ પોતાનો IPO લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનો લક્ષ્યાંક ₹૯૩૧ કરોડનો છે. આ IPO ૧૦ ઓગસ્ટના રોજ ખુલશે અને ૧૨ ઓગસ્ટના રોજ બંધ થશે. કંપનીએ શેર માટે ₹૭૬૮ થી ₹૮૦૭ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

કંપની વિશે :

મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે કાર્યરત કંપની છે. કંપની પાસે ટ્રુનેટ (Truenat) પ્લેટફોર્મ છે જે બેટરીથી ચાલતું અને પોર્ટેબલ છે. કંપનીએ પ્રોગ્નોસિસ મેડિકલ સિસ્ટમ્સનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત, કંપની કેન્સર સ્ક્રીનિંગ અને ડાયગ્નોસ્ટિક ક્ષેત્રને મજબૂત કરવા માટે UE લાઈફસાયન્સીસ સાથે સહયોગ પણ કરી રહી છે.

IPO ની વિગતો :

આ IPO માં ₹૨૦૦ કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ૯૧,૬૬,૦૦૦ ઇક્વિટી શેરોનો OFS સામેલ છે. આના દ્વારા કંપની મૂડી એકત્ર કરી શકશે.

ફંડનો ઉપયોગ :

કંપની આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે બે ક્ષેત્રોમાં કરશે. ₹૧૦૫ કરોડ બેંગલુરુમાં પોતાનું R&D યુનિટ બનાવવા માટે વપરાશે. વધુમાં, ₹૭૨ કરોડ ગોવા ખાતેના બંને પ્લાન્ટમાં ઓટોમેશન લાવવા માટે વાપરવામાં આવશે, જેથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને કાર્યક્ષમતા વધે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

ભાવિ દિશા :

કંપનીના CEO શ્રીરામ નટરાજનના જણાવ્યા અનુસાર, કંપની પોતાની R&D ક્ષમતા વધારવા અને કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન આપી રહી છે. પોતાના માલિકીના સુવિધાઓ દ્વારા કંપની ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવા માંગે છે.

Spread the love

Most Popular