HomeBusiness News - RightEtsy માં મોટા પાયે છટણી: રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 12% કર્મચારીઓની છટણી...!!!

Etsy માં મોટા પાયે છટણી: રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 12% કર્મચારીઓની છટણી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં કંપનીઓના માળખાકીય ફેરફારો અને રિસ્ટ્રક્ચરિંગના સમાચાર બજારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ક્રાફ્ટિંગ માર્કેટપ્લેસ Etsy એ તેના કાર્યબળના અંદાજે ૧૨% એટલે કે ૨૨૦ કર્મચારીઓની છટણી કરી છે. આ નિર્ણય કંપનીના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનનો એક ભાગ છે, જેનો હેતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ અને કાર્યક્ષમતા લાવવાનો છે.

કંપની વિશે :

Etsy એ વિશ્વભરમાં જાણીતું ક્રાફ્ટિંગ માર્કેટપ્લેસ છે. કંપનીના CEO Kruti Patel Goyal એ કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું કે, આ છટણીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ખર્ચ ઘટાડવાનો નથી, પરંતુ કંપનીના સંકલનમાં સુધારો કરવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કંપની લાંબા ગાળાના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.

છટણીની વિગતો :

આ છટણીથી મુખ્યત્વે પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓ પ્રભાવિત થશે. કંપનીએ જણાવ્યું કે છટણી પામેલા કર્મચારીઓને ઓછામાં ઓછા ૧૬ અઠવાડિયાનું સેવરન્સ પે અને ૧૨ મહિના સુધી હેલ્થકેર સપોર્ટ આપવામાં આવશે. CEO એ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટાડો AI ને કારણે નથી થયો, પરંતુ AI ભવિષ્યમાં કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવશે.

નાણાકીય પરિણામો :

Etsy ના SEC ફાઇલિંગ મુજબ, કંપનીના ઓડિટ કમિટીએ એક નવા સ્ટોક રિપર્ચેઝ પ્રોગ્રામને મંજૂરી આપી છે. આ અંતર્ગત કંપની તેના કોમન સ્ટોક દ્વારા ૨ અબજ ડોલર સુધીની ખરીદી કરી શકશે. કંપનીના આગામી નાણાકીય પરિણામો ગુરુવારે માર્કેટ ખુલતા પહેલા જાહેર કરવામાં આવશે.

Spread the love

Most Popular