HomeBusiness News - Leftભારત આંતરરાષ્ટ્રીય રાઈસ કોન્ફરન્સ: વૈશ્વિક ચોખાના વેપાર માટે નવી દિશા નિર્ધારિત થશે...!!!

ભારત આંતરરાષ્ટ્રીય રાઈસ કોન્ફરન્સ: વૈશ્વિક ચોખાના વેપાર માટે નવી દિશા નિર્ધારિત થશે…!!!

ભારત આંતરરાષ્ટ્રીય રાઈસ કોન્ફરન્સ (BIRC) ૨૦૨૬ નવી દિલ્હીમાં ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન યોજવા જઈ રહી છે. Indian Rice Exporters’ Federation (IREF) દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં ૩૦,૦૦૦ થી વધુ વૈશ્વિક પ્રતિનિધિઓના જોડાવાનો અપેક્ષા છે. હાલના આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૧૯,૧૯૩ થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જેમાં ૨,૧૩૫ આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો સમાવેશ થાય છે, જે ઇવેન્ટના ત્રણ મહિના પહેલા જ નોંધાયેલ છે.

બજારના મુખ્ય પરિબળો :
આ કોન્ફરન્સ ૧૨૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે. આ પ્લેટફોર્મ એક્સપોર્ટર્સ, ઈમ્પોર્ટર્સ, મિલર્સ, ટ્રેડર્સ, પોલિસી મેકર્સ, રિસર્ચર્સ, લોજિસ્ટિક્સ કંપનીઓ, ફાઈનાન્સિયલ સંસ્થાઓ અને ટેકનોલોજી પ્રોવાઈડર્સ જેવી વેલ્યુ ચેઈન સાથે જોડાયેલી તમામ ભૂમિકાઓને એકસાથે લાવશે. આનાથી વૈશ્વિક ચોખાના વેપાર, નીતિ અને બજારની નવી તકો વિશે ઊંડી ચર્ચા કરવામાં આવશે.

નાણાકીય પરિણામો :
વર્ષ ૨૦૨૫ માં યોજાયેલી આ કોન્ફરન્સ દ્વારા અંદાજે ₹૩૩,૪૫૩ કરોડના વેપારના કરારો કરવામાં આવ્યા હતા, જે ૮.૬૩ મિલિયન ટન ચોખાના જથ્થાને આવરી લે છે. અગાઉના આયોજનમાં ૧૦,૮૫૪ સહભાગીઓ અને ૯૦ થી વધુ દેશોના ૧,૦૮૩ આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ભાગ લીધો હતો.

ભાવિ દિશા :
BIRC ૨૦૨૬ માં બિઝનેસના નિર્ણયોને વધુ મજબૂત બનાવવા માટે ગ્લોબલ ક્રોપ સર્વે અને ચોખાના ભાવના અનુમાન જેવી મહત્વની પહેલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, એપ-આધારિત B2B મીટિંગ્સ અને અનુભવ ઝોન દ્વારા વેપારીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેનાથી વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે.

Spread the love

Most Popular