HomeBusiness News - Leftડિઝનીના નફામાં ઉછાળો અને TikTok સાથે નવી ભાગીદારી...!!!

ડિઝનીના નફામાં ઉછાળો અને TikTok સાથે નવી ભાગીદારી…!!!

ડિઝનીના ત્રિમાસિક પરિણામોમાં થિમ પાર્ક અને સ્ટ્રીમિંગ બિઝનેસના મજબૂત દેખાવને કારણે અપેક્ષા કરતા વધુ નફો જોવા મળ્યો છે. આ સમાચારને પગલે કંપનીના શેરમાં ૩.૬૫% નો ઉછાળો જોવા મળ્યો છે.

નાણાકીય પરિણામો :

ડિઝનીએ ત્રીજા ક્વાર્ટરમાં $૨.૬ બિલિયનનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીનો રેવન્યુ ૬.૮% ના વધારા સાથે $૨૫.૨ બિલિયન રહ્યો છે. જોકે આ આંકડો વોલ સ્ટ્રીટની અપેક્ષા કરતા થોડો ઓછો છે, પરંતુ અગાઉના વર્ષની સરખામણીએ કંપનીના બિઝનેસ મોડલમાં મજબૂત ફેરફાર જોવા મળી રહ્યો છે.

કંપની વિશે :

કંપનીના US સ્થિત પાર્ક્સમાં ગ્રાહકોનો ઉત્સાહ મજબૂત રહ્યો છે, જ્યારે એશિયાના પાર્ક્સમાં માંગમાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો છે. સ્ટ્રીમિંગ સેક્ટરમાં સબસ્ક્રાઇબર્સના જાળવી રાખવાના દરમાં સુધારો થયો છે. આ ઉપરાંત, ડિઝનીએ TikTok સાથે ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ Marvel અને Star Wars જેવી ફેમસ ફ્રેન્ચાઇઝના કન્ટેન્ટનો ઉપયોગ કરીને યુઝર્સ શોર્ટ વિડિયો બનાવી શકશે.

ભાવિ દિશા :

CFO Hugh Johnston ના જણાવ્યા અનુસાર, કંપની અબુ ધાબીમાં નવો થિમ પાર્ક વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. કંપની હવે એડવર્ટાઈઝિંગ આધારિત સ્ટ્રીમિંગ સેવાઓ અને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ફ્રી સ્ટ્રીમિંગ પ્રોડક્ટના વિકલ્પો પણ વિચારી રહી છે. સ્પોર્ટ્સ સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, કંપનીનો એકંદર વલણ મજબૂત જણાય છે.

Spread the love

Most Popular