May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૯૫ સામે ૮૪૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૪૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૨૧ સામે ૨૬૦૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૧૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડ વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. યુક્રેન અને રશીયા વચ્ચે યુદ્વનો અંત નજીક હોવાના ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની મુલાકાતના સંકેત અને ઈઝરાયેલના પ્રમુખ નેત્યાનયાહુ સાથે ટ્રમ્પની યોજાનારી મુલાકાત છતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મહામંદીના ભય અને આવનારૂ વર્ષ ૨૦૨૬ પણ પડકારરૂપ બની રહેવાની શકયતાએ વિશ્વાસની કટોકટીએ ફંડોએ પોર્ટફોલિયો વેલ્યુએશન ધોવાઈ રહ્યા સાથે મૂડી સુરક્ષિત કરવાનો વિકલ્પ અપનાવી આજે ઘણા શેરોમાં મળતાં નફાને ઘરભેગો કરવાનું પસંદ કર્યું હતું.અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ, રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ તરફ વળ્યા હોઈ ઈક્વિટીમાં વિશ્વવ્યાપી નવા રોકાણમાં વિશ્વાસની કટોકટીએ શેરોમાં વેચવાલી વધી હતી. વર્ષાંતે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટોમોબાઈલ, ફાર્મા-હેલ્થકેર, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. 

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ૨૦૨૫ના છેલ્લા સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે ભારે તેજી બાદ ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો હતો. એક જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹૨૧,૫૦૦નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે ફરી તેજી જોવા મળી રહી છે. જોકે ઘરેલુ માર્કેટમાં બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. MCXમાં ચાંદીના ભાવમાં ૧૨ હજાર રૂપિયાની તેજી નોંધાઈ છે.મંગળવારે MCX પર ચાંદીનો ભાવ ₹૨,૩૬,૯૦૭ સુધી પહોંચી ગયો હતો.ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં ₹૧૨૭૫નો ઉછાળો નોંધાયો છે.૧૦ગ્રામ સોનાની કિંમત ₹૧,૩૬,૨૧૭ થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં ભલે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળે. ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ઘરેલુ માર્કેટમાં આજે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. 

 સેક્ટર મુવમેન્ટ… સેન્સેક્સ,નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  ફંડોની હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર,ફાર્મા, બેંકિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ આપીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું. 

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૯ અને વધનારની સંખ્યા ૧૯૧૯ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે જીન્દાલ સ્ટીલ ૩.૧૬%,શ્રીરામ ફાઈનાન્સ ૨.૧૬%,ડીવીસ લબ ૧.૭૭%,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૪%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૫૩%,ટીવીએસ મોટર્સ ૧.૩૯%,એક્બીઆઈ કાર્ડ્સ ૧.૨૭%,મુથૂટ ફાઈનાન્સ ૧.૧૪,એક્સીસ બેન્ક ૧.૧૨% વધ્યા હતા,જ્યારે ટાટા કન્ઝ્યુમર ૨.૧૨%,ટાટા કેમિકલ્સ ૧.૪૪%,વોલ્ટાસ લીમીટેડ ૧.૪૭%,ઈન્ફોસીસ લીમીટેડ ૧.૧૪%,કોલ્પાલ ૦.૮૩%,ઓરબિંદો ફાર્મા ૦.૬૫%ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો,સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે.એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે.

વૈશ્વિક જીઓપોલિટીકલ પડકારો અને અમેરિકામાં ટ્રમ્પ સરકારના ટેરિફ યુદ્વને કારણે અન્ય દેશોની સાથે ભારતીય ઉદ્યોગો, કોર્પોરેટ ઈન્ડિયાની નિકાસ મોરચે કામગીરી પર અનિશ્ચિતતાને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ નવા રોકાણનું કમિટમેન્ટ કરવાથી દૂર રહી દરેક લેવલે શેરોમાં એક્ઝિટ લેતાં જોવાયા છે.વર્ષ ૨૦૨૫માં વિદેશી ફંડોની એક્ઝિટ રહી છે.પરંતુ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ દરેક ઘટાડે શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રિટેલ રોકાણકારોના સતત રોકાણ પ્રવાહ થકી ખરીદી કરતાં રહી બજારને ટકાવી રાખવાના પ્રયાસો કર્યા છે.

વર્ષ ૨૦૨૬માં વૈશ્વિક પડકારોની સાથે કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ આરંભિક દિવસો કઠીન બની રહેવાની પૂરી શકયતા છે. જેથી શેરોમાં હાલ તુરત નવી મોટી ખરીદીમાં સાવચેત રહી સિલેક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્ષાંતે પોર્ટફોલિયોમાંથી નબળા શેરોને એક્ઝિટ આપીને ફંડો છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી કરી રહ્યા હોઈ અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થયા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

 

Spread the love

Most Popular