May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી...!!

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૧૨ સામે ૮૫૬૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૮૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૩ સામે ૨૬૩૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલું રેકોર્ડ ધોવાણ અટકીને રૂપિયો રિકવર થતાં અને અમેરિકા સાથે ટ્રેડ ડિલ ઘોંચમાં પડયા સામે રશિયાના પ્રમુખ પુતિનની ભારત મુલાકાત બાદ ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક મોટી ટ્રેડ, ડિફેન્સ ડિલ થવાની અપેક્ષાએ ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઈ હાલમાં મોંઘવારીના નિયંત્રણ કરતાં આર્થિક વૃદ્ધિને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેતે વ્યાજ દરોમાં ૦.૨૫% ઘટાડાથી અર્થતંત્રને ટેકો મળશે પરંતુ શેરબજારમાં મર્યાદિત લાભના નિષ્ણાંતોના અહેવાલે આજે ફંડોની ભારે વેચવાલી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગ ચાલુ રહેતા સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટિઝ, મેટલ અને પાવર સેક્ટરમાં નોંધપાત્ર જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૪૮ અને વધનારની સંખ્યા ૯૫૦ રહી હતી, ૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટેક મહિન્દ્ર ૧.૪૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૩૧% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૧% વધ્યા હતા, એચડીએફસી બેન્ક સ્થિર રહ્યો હતો, જ્યારે મુખ્યત્વે બીઈએલ ૪.૯૭%, ઈટર્નલ લિ. ૨.૪૫%, ટ્રેન્ટ લિ. ૨.૩૫%, ટાટા સ્ટીલ ૨.૧૮%, બજાજ ફાઈનાન્સ ૨.૧૨%, અદાણી પોર્ટ્સ ૧.૯૮%, બજાજ ફિનસર્વ ૧.૮૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૯%, સ્ટેટ બેન્ક ૧.૫૮% અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૫૩% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૭૭ લાખ કરોડ ઘટીને ૪૬૪.૧૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૪ કંપનીઓ વધી અને ૨૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આરબીઆઈ દ્વારા ૦.૨૫% રેપો રેટમાં ઘટાડો અને મોંઘવારીના અંદાજમાં ઘટાડો ઘરેલું સેગમેન્ટ, ખાસ કરીને બેંકિંગ, ઓટો, રિયલ એસ્ટેટ અને ઇન્ટરેસ્ટ-સેન્સિટિવ સેક્ટર્સમાં પોઝિટિવ ગતિશીલતા લાવશે. ફુગાવાના દબાણમાં ઘટાડો અને લિક્વિડિટીમાં સરળતા આવતા માર્કેટને સપોર્ટ મળશે. ઈન્ડેક્સમાં રિકવરી ચાલુ રહેવાની સંભાવના છે, કારણકે લાર્જ-કૅપ સ્ટોક્સમાં વેલ્યુએશન વધુ સ્થિર છે અને ઈન્શ્યોરન્સ, પીએસયુ બેન્ક, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ જેવા સેક્ટર્સમાં ફંડ ફ્લો મજબુત છે. રશિયા-ભારત દ્વીપક્ષીય વેપાર વધારો, ઉદ્યોગ પ્રોજેક્ટ્સમાં સહકાર અને પુતિનની મુલાકાત પછી થનારી સ્ટ્રેટેજિક ઘોષણાઓ માર્કેટમાં સેન્ટિમેન્ટને વધુ મજબૂત બનાવશે. પરંતુ વૈશ્વિક મોરચાની જોખમી પરિસ્થિતિ બજાર માટે એક મોટી ચેતા છે.

ટ્રમ્પ પ્રશાસનની ભારતીય ચીજવસ્તુઓ પર ૫૦% ટેરિફની ધમકી, રશિયા-ભારત સંબંધોને લઈને અમેરિકાની સંભાવિત પ્રતિક્રિયા અને એફપીઆઈઝ દ્વારા ચાલુ વેચવાલી માર્કેટને વોલેટાઇલ રાખશે. રૂપિયો ૯૦/$ ઉપર પહોંચવાથી આયાત આધારિત સેક્ટર્સ પર દબાણ વધશે, જ્યારે નિકાસ આધારિત સેક્ટર્સને સ્વાભાવિક રીતે ફાયદો થશે. સ્મોલ-મિડ કૅપમાં જરૂરી વેલ્યુએશન-કરેકશન આગળ પણ રહેવાની શક્યતા છે, એટલે રોકાણકારો માટે સ્ટોક-સ્પેસિફિક દૃષ્ટિકોણ વધુ મહત્વનો રહેશે. કુલ મળીને, માર્કેટની અવિરત દિશા ‘સ્ટ્રક્ચરલી પોઝિટિવ’ છે, પરંતુ ટૂંકા ગાળાનો ટ્રેન્ડ વૈશ્વિક રાજકીય નિર્ણયો, ડોલર-રૂપિયા મૂવમેન્ટ અને એફપીઆઈઝની ભાવનાએ નક્કી કરશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular