રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૪૬૭ સામે ૮૩૩૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૨૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૯૫૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૫૬ સામે ૨૫૬૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૫૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૭૫૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરી રહ્યું હોવા છતાં કોર્પોરેટ વિશ્વમાં એઆઈ બેઝડ કંપનીઓ સહિતના અપેક્ષાથી સારા રિઝલ્ટ અને બીજી તરફ બુલિનય-સોના, ચાંદીમાં રેકોર્ડ બ્રેક અવિરત વિક્રમી તેજીના વિશ્વવ્યાપી સટ્ટાનો અતિરેક થવા લાગી આ સટ્ટામાં નફો બુક કરીને કેટલાક મહાકાય ફંડો ફરી ચાંદી સહિતમાં તેજીનો વેપાર સંકેલવાની શરૂઆત કરી ઈક્વિટીમાં તેજીમાં આવવા લાગ્યાની ચર્ચા વચ્ચે આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તોફાની તેજી જોવાઈ હતી.
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે વૈશ્વિક પરિબળો સકારાત્મક બન્યાની સાથે એફઆઇઆઇએ ફરી પાછી ભારતીય શેરબજારમાં ખરીદી શરુ કરતા તેમજ જીએસટી સુધારા બાદ શહેરી અને ગ્રામીણ માંગ વધતા અને ભારત-અમેરિકાની અટવાયેલી ટ્રેડ ડીલ પર ફરી ચર્ચાઓ શરુ થવાના અંદાજે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટ ડાઉન લાંબુ ચાલવાના સંકેત, ચીન – અમેરિકા વચ્ચે વેપાર તાણમાં વધારો તથા ડોલરમાં નબળાઈ જળવાઈ રહેતા ભારતીય રૂપિયામાં મજબુતાઈ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, મેટલ, કોમોડીટીઝ, ટેક, ઇન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ, પાવર અને યુટીલીટી ઘટયા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૨૫ અને વધનારની સંખ્યા ૧૭૩૭ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૪.૧૮%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૫%, ભારતી એરટેલ ૨.૩૭%, આઈટીસી ૧.૭૪%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૭૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૫%, સન ફાર્મા ૧.૨૮% અને એચડીએફસી બેન્ક ૦.૮૩% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૨.૧૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૮૪%, ઈટર્નલ ૧.૬૪%, ટેક મહિન્દ્ર ૧.૧૨%, ટાટા સ્ટીલ ૧.૦૩% પાવર ગ્રીડ ૦.૭૪% અને લાર્સન લિ. ૦.૫૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૩ લાખ કરોડ ઘટીને ૪૬૬.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વધતા ઈન્ફ્લોઝ, એસઆઈપી મારફતે જળવાતો સ્થિર નાણાપ્રવાહ અને અર્થતંત્રમાં દેખાતા સુધારાના સંકેતો આગામી તબક્કામાં બજારને મજબૂત આધાર આપી શકે છે. ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ દર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા રોકાણો તેમજ બેન્કિંગ ક્ષેત્રની સારા નફાકારકતા સાથે કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિમાં રિટેલ તથા સંસ્થાકીય રોકાણકારો બંનેની ભાગીદારી વધવાની શક્યતા છે, જે લાંબા ગાળે બજારને સ્થિર અને સકારાત્મક દિશામાં આગળ ધપાવી શકે છે.
જો કે, વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતીય બજાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમેરિકન વ્યાજદરની નીતિ, ચીનનું આર્થિક પુનરુત્થાન, તથા જિયોપોલિટિકલ તણાવ જેવી બાબતો એફપીઆઈના પ્રવાહને અસર કરી શકે છે. જો વૈશ્વિક બજારોમાં વધુ અસ્થિરતા ન વધે, તો ડીઆઈઆઈની ખરીદી અને આંતરિક માંગના આધાર પર ભારતીય ઈક્વિટી માર્કેટ નવા રેકોર્ડ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. તેથી, આવનારા વર્ષોમાં ભારતીય શેરબજાર માટે દિશા મધ્યમથી મજબૂત તેજી તરફ રહેવાની ધારણા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







