HomeBusiness News - Rightમાઈક્રોસોફ્ટમાં મોટા પાયે છટણી: કર્મચારીઓને 39 અઠવાડિયા સુધીનો પગાર અને સ્ટોક વેસ્ટિંગનો...

માઈક્રોસોફ્ટમાં મોટા પાયે છટણી: કર્મચારીઓને 39 અઠવાડિયા સુધીનો પગાર અને સ્ટોક વેસ્ટિંગનો લાભ મળશે…!!!

માઈક્રોસોફ્ટ દ્વારા તેની વૈશ્વિક કાર્યબળના અંદાજે 2.1% એટલે કે 4,800 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની આ નિર્ણય દ્વારા ખર્ચમાં ઘટાડો કરવા અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે મોટા પાયે રોકાણ કરવા માંગે છે.

કંપની વિશે :

માઈક્રોસોફ્ટ હાલમાં AI ક્ષેત્રે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે. કંપની આ વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે અંદાજે $190 બિલિયનનું રોકાણ કરી શકે છે. આ છટણીમાં એક્સબોક્સ વિભાગમાં સૌથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં અંદાજે 3,200 ગેમિંગ નોકરીઓ જશે. કર્મચારીઓના લેવલ મુજબ સેવરન્સ પેકેજ આપવામાં આવશે, જેમાં લેવલ 67 અને નીચેના સ્તરના કર્મચારીઓને સ્ટોક વેસ્ટિંગ અને 6 મહિનાના હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ પણ મળશે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટેક સેક્ટરમાં અન્ય કંપનીઓના સેવરન્સ પેકેજની સરખામણી કરતા જણાય છે કે મેટા દ્વારા 16 અઠવાડિયાનો બેઝ પે અને દર વર્ષે 2 અઠવાડિયાનો વધારાનો લાભ આપવામાં આવે છે. સેલ્સફોર્સમાં ઓછામાં ઓછો 9 અઠવાડિયાનો અને વધુમાં વધુ 30 અઠવાડિયાનો પે મળે છે, જ્યારે ઓરેકલ દ્વારા 26 અઠવાડિયા સુધીનો લાભ આપવામાં આવે છે.

ભાવિ દિશા :

માઈક્રોસોફ્ટના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે AI રેસમાં આગળ રહેવા માટે તેના સંસાધનોનું પુનઃવિતરણ કરી રહી છે. આગામી દિવસોમાં કંપનીના ખર્ચમાં ઘટાડો અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું રોકાણ ટેક સેક્ટરના વલણને અસર કરી શકે છે.

Spread the love

Most Popular