વર્તમાન કારોબારી સેશનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ તેના રેકોર્ડ હાઈ $5,600 થી ઘટીને હવે $4,000 ની આસપાસ પહોંચ્યા છે. આ 30% થી વધુનો ઘટાડો રોકાણકારો માટે સાવચેતીનો માહોલ ઊભો કરી રહ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
વૈશ્વિક બજારમાં જીઓપોલિટિકલ ટેન્શન હોવા છતાં, રોકાણકારોનું ધ્યાન હવે વ્યાજ દર અને આર્થિક સ્થિતિ પર વધુ છે. US ડોલરની મજબૂતી અને FED ની નીતિઓને કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત, ટેકનોલોજી અને AI શેરોમાં થયેલા ઘટાડાને કારણે રોકાણકારોએ લિક્વિડિટી મેળવવા માટે સોનામાં નફારૂપી વેચવાલી કરી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ, $3,950 થી $4,000 ની રેન્જ એ અત્યંત મજબૂત સપોર્ટ લેવલ છે. અગાઉ પણ આ લેવલ પરથી ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જો આ સપોર્ટ લેવલ જળવાઈ રહેશે, તો સોનામાં આગામી દિવસોમાં $4,400 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.
ભાવિ દિશા :
નિષ્ણાતોના મતે, આ ઘટાડો સાયક્લિકલ છે, કોઈ સ્ટ્રક્ચરલ ફેરફાર નથી. સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવતી સતત ખરીદી અને ડૉલર સામે સોનાની વધતી માંગ લાંબા ગાળા માટે બુલિશ બાયસ આપી શકે છે. આગામી દિવસોમાં જો FED વ્યાજ દરમાં ઘટાડો કરે, તો સોનામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.






