HomeBusiness News - Leftવોટરવેઝ લેઝર ટૂરિઝમનો શેર ૧૦% ના અપર સર્કિટ સાથે રેકોર્ડ હાઈ પર...

વોટરવેઝ લેઝર ટૂરિઝમનો શેર ૧૦% ના અપર સર્કિટ સાથે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો…!!!

વોટરવેઝ લેઝર ટૂરિઝમ, જે કોર્ડેલિયા ક્રુઝનું સંચાલન કરે છે, તેના શેર BSE પર ગુરુવારે ૧૦% ના અપર સર્કિટ સાથે ₹૭૩૪.૦૫ ના રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યા છે. અગાઉના દિવસે નબળા લિસ્ટિંગ બાદ આજે રોકાણકારોએ આ શેરમાં મજબૂત ખરીદી કરી છે.

કંપની વિશે :

વોટરવેઝ લેઝર ટૂરિઝમ ભારતની જાણીતી ડોમેસ્ટિક ઓશન ક્રૂઝ બ્રાન્ડ કોર્ડેલિયા ક્રુઝનું સંચાલન કરે છે. કંપની તેના મુખ્ય જહાજ MV એમ્પ્રેસ દ્વારા મુંબઈ, ગોવા, કોચી અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ લક્ઝરી ક્રૂઝ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો મુખ્ય હેતુ ભારતના ક્રૂઝ ટૂરિઝમ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો છે.

નાણાકીય પરિણામો :

કંપનીએ ₹૫૭૯.૭ કરોડનું રેવન્યુ અને ₹૫૨.૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની નાણાકીય સ્થિતિમાં પણ મજબૂતી જોવા મળી છે, જેમાં નેટ વર્થ ₹૩૨.૮ કરોડથી વધીને ₹૮૦.૨ કરોડ સુધી પહોંચી છે, જે મજબૂત પાયા દર્શાવે છે.

ભાવિ દિશા :

IPO દરમિયાન રિટલ રોકાણકારોનો રસ ૪.૧૯ ગણો રહ્યો હતો. શેરનું લિસ્ટિંગ IPO પ્રાઇસ બેન્ડ કરતા ઘટાડા સાથે થયું હતું, પરંતુ બીજા જ દિવસે મજબૂત ઉછાળા સાથે તે રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. જોકે, સ્વાસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ જેવી બ્રોકરેજ ફર્મ્સનું માનવું છે કે વેલ્યુએશન ઊંચું હોવાથી સાવચેતી જરૂરી છે. આગામી દિવસોમાં કંપનીના પ્રદર્શન અને ક્રૂઝ ટૂરિઝમ માર્કેટના વલણ પર રોકાણકારોની નજર રહેશે.

Spread the love

Most Popular