KPIT Technologies ના શેરમાં બુધવારે ૧૭% નું મોટું ધોવાણ જોવા મળ્યું હતું, જે ₹૫૫૭.૫૫ ના સ્તર પર બંધ રહ્યો હતો. આ ભાવ કંપની માટે છેલ્લા ૪ વર્ષનો નીચલો સ્તર છે. કંપની દ્વારા આપવામાં આવેલી આકસ્મિક પ્રોફિટ વોર્નિંગને કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કંપની વિશે :
પુણે સ્થિત KPIT Technologies એ ઓટોમોટિવ સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની છે. શેરના આ મોટા ઘટાડાથી માત્ર ૬ લાખ રિટેલ રોકાણકારો જ નહીં, પરંતુ LIC (૪.૩૯% હિસ્સો), MIT (૩.૧૧% હિસ્સો) અને મ્યુચ્યુઅલ ફંડ્સ (૧૨.૦૯% હિસ્સો) જેવા મોટા સંસ્થાઓને પણ મોટું નુકસાન થયું છે. કંપનીના માળખામાં પ્રોમોટર્સ પાસે ૩૯.૪૨% હિસ્સો છે, જ્યારે પબ્લિક પાસે ૫૯.૮૮% હિસ્સો છે.
નાણાકીય પરિણામો અને કારણો :
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે Q1-FY27 માં USD રેવન્યુમાં વાર્ષિક ધોરણે અંદાજે ૧% નો ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડાનું મુખ્ય કારણ યુરોપિયન ઓટોમોટિવ OEM દ્વારા કરવામાં આવેલા અચાનક ખર્ચમાં કાપ છે. આ ઉપરાંત, કંપનીએ એ પણ ચેતવણી આપી છે કે EBITDA માર્જિન અને નેટ પ્રોફિટ માર્જિનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ખર્ચમાં ઘટાડો કરવાની મર્યાદિત શક્યતા છે.
એનાલિસ્ટ દૃષ્ટિકોણ :
વૈશ્વિક બ્રોકરેજ house JP Morgan એ KPIT માટે ટાર્ગેટ પ્રાઈસ ₹૭૦૦ થી ઘટાડીને ₹૫૫૦ કરી દીધી છે. JM Financial એ પણ શેરમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવીને રેટિંગ ઘટાડ્યું છે. SBI Securities એ આ ઘટનાને KPIT અને તેના સાથી કંપનીઓ માટે ટૂંકા ગાળાનો નકારાત્મક સંકેત ગણાવ્યો છે. જોકે, Equirus Securities એ આ પડકારોને સાયક્લિકલ ગણાવીને ‘Add’ રેટિંગ સાથે ₹૭૧૫ નો ટાર્ગેટ આપ્યો છે.
રોકાણ રણનીતિ :
આ પ્રકારના ધોવાણ પછી રોકાણકારોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. અત્યારે માર્કેટમાં વોલેટિલિટી યથાવત છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે. લાંબા ગાળાના રોકાણકારોએ કંપનીના આગામી ત્રિમાસિક પરિણામો અને યુરોપિયન ક્લાયન્ટ્સની વ્યવસાયિક સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ.






