HomeBusiness News - Leftક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો: અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત કોઈ કરાર વિના...

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો: અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત કોઈ કરાર વિના પૂર્ણ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કતારમાં થયેલી પરોક્ષ વાતચીત કોઈ કરાર વિના પૂર્ણ થતા બજારમાં વોલેટિલિટી જોવા મળી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

અમેરિકા અને ઈરાન વચ્ચે દોહામાં થયેલી બે દિવસની વાતચીત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ ટ્રાફિક અને ઈરાનના ફંડ્સના મુદ્દે થઈ હતી, પરંતુ કોઈ લાંબા ગાળાની શાંતિ માટે કોઈ પ્રગતિ જોવા મળી નથી. કતારના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આગામી બેઠક ઈરાનના સુપ્રિમ લીડર અયાતોલા અલી ખમેનીના અંતિમ સંસ્કાર બાદ યોજાશે. બીજી તરફ, US EIA ના તાજેતરના રિપોર્ટ મુજબ, અમેરિકી ક્રૂડ ઓઈલ ઇન્વેન્ટરીમાં ૩.૮ મિલિયન બેરલનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ગેસોલિન ઇન્વેન્ટરીમાં પણ ૨.૩ મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો, જ્યારે ડિસ્ટિલેટ ફ્યુઅલ ઇન્વેન્ટરી ૨.૫ મિલિયન બેરલ વધી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ, બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ $૭૦.૮૩ પર ૧.૦૩% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે WTI ક્રૂડ ઓઈલ ફ્યુચર્સ $૬૭.૮૪ પર ૧.૦૮% ના ઘટાડા સાથે છે. ભારતીય બજારમાં MCX પર જુલાઈ ક્રૂડ ફ્યુચર્સ ₹૬૪૬૯ પર ટ્રેડ થઈ રહ્યા છે, જે અગાઉના ક્લોઝિંગ સામે ૦.૮૬% નો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ ફ્યુચર્સમાં પણ ૦.૮૨% નો ઘટાડો યથાવત રહ્યો છે, જે ₹૬૪૯૮ પર ટ્રેડ થઈ રહ્યા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ જીઓપોલિટિકલ સ્થિતિ અને અમેરિકી ઇન્વેન્ટરીના ડેટા પર આધારિત રહેશે. હાલ બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો મહત્વના સપોર્ટ લેવલ જાળવી રાખવામાં નિષ્ફળતા મળે તો વધુ ઘટાડો જોવા મળી શકે છે.

Spread the love

Most Popular