વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય સરકારી બોન્ડ યિલ્ડમાં ઉછાળો યથાવત રહ્યો છે. વૈશ્વિક બોન્ડ માર્કેટમાં વોલેટિલિટી અને અમેરિકા સહિતના મુખ્ય અર્થતંત્રોના લાંબા ગાળાના બોન્ડ યિલ્ડમાં વધારાથી સ્થાનિક યિલ્ડમાં પણ વધારો થયો છે. ૧૦ વર્ષીય ભારતીય સરકારી બોન્ડ યિલ્ડ ૭.૧% પાર જતા ફિક્સ્ડ ઇન્કમ તથા ઈક્વિટી બંને સેગમેન્ટમાં સાવચેતીનો માહોલ વ્યાપ્યો છે.
અમેરિકાના ૧૦ વર્ષીય યિલ્ડ ૪.૬૬% અને ૩૦ વર્ષીય યિલ્ડ ૧૯ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચતા વૈશ્વિક ફંડ પ્રવાહો ઈમર્જિંગ માર્કેટમાંથી આઉટફ્લો તરફ વળ્યા છે. જાપાનના JGB યિલ્ડમાં પણ લાંબા અંતર પછી વધારો જોવા મળ્યો છે, જે સમગ્ર બોન્ડ માર્કેટમાં દબાણનું પરિબળ બન્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
• ક્રૂડ ઓઈલ ૧૧૧ ડોલર આસપાસ ટ્રેડ થતાં આયાતી મહેસૂલી દબાણ વધ્યું છે.
• અમેરિકા–ઈરાન તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય યિલ્ડમાં તેજી યથાવત છે.
• FII દ્વારા ઈમર્જિંગ માર્કેટમાંથી વધતા આઉટફ્લોને કારણે ભારતીય ડેટ તથા ઈક્વિટી માર્કેટમાં દબાણ નોંધાયું છે.
• યિલ્ડ ડિફરેશિયલ માત્ર ૨૪૪ બેઝિસ પોઇન્ટ સુધી સીમિત હોવાથી ભારતીય યિલ્ડનું આકર્ષણ ઘટ્યું છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
બોન્ડ યિલ્ડના વધારો સાથે બેન્કિંગ તથા NBFC સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. યિલ્ડ વધવાથી બેન્કોના બોન્ડ પોર્ટફોલિયોમાં માર્ક-ટુ-માર્કેટ નુકસાન વધે છે, જેના પરિણામે ઈક્વિટી રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે.
ફાઇનાન્સિયલ સેક્ટર ઉપરાંત, હાઈ-બીટા શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, જ્યારે ફાર્મા અને અન્ય ડિફેન્સિવ સેક્ટરમાં મર્યાદિત ખરીદી યથાવત છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ગવર્મેન્ટ બોન્ડ યિલ્ડ ૭.૦૦%–૭.૨૫% રેન્જ બાઉન્ડ ઝોનમાં રહી શકે છે. ઉપરની તરફ ૭.૧૩% થી ૭.૨૫% રેઝિસ્ટન્સ ઝોન ગણાય, જ્યારે નીચે ૬.૯૦% મહત્વનો સપોર્ટ લેવલ છે. આ ઝોનમાં યિલ્ડ સ્થિર રહે તો ઈક્વિટી માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે.
રોકાણ રણનીતિ :
• ટૂંકા ગાળાના ડેટ રોકાણકારોએ ૧–૩ વર્ષના શોર્ટ-ડ્યુરેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
• લાંબા ગાળાના બોન્ડમાં પોઝિશન લેતાં સાવચેતી જરૂરી છે, કારણકે યિલ્ડનો વધુ ઉછાળો રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ તરફ દોરી શકે છે.
• ઉચ્ચ રેટિંગ વાળા શોર્ટ-થી-મિડ ટર્મ કાર્પોરેટ બોન્ડમાં મર્યાદિત ફાળવણી કરવી લાભદાયક રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી અપનાવી શકાય, પરંતુ સ્પષ્ટ સ્ટોપલોસ રાખવો આવશ્યક છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ક્રૂડની ગતિશીલતા અને અમેરિકન યિલ્ડ મૂવમેન્ટ ભારતીય માર્કેટ માટે મુખ્ય પ્રેરક બનશે. વિશ્લેષકોના અનુમાન મુજબ ૧૦ વર્ષીય ભારતીય બોન્ડ યિલ્ડ ૬.૯૦% થી ૭.૨૫%ની રેન્જમાં રહી શકે છે. જો યિલ્ડ ઊંચા સ્તરે સ્થિર રહે તો ઈક્વિટી માર્કેટમાં બેરિશ બાયસ યથાવત રહ્યા કરવાની શક્યતા છે.





