May 21, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 21, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:

Sbi life

20.05.2026

SBI લાઇફ :-

વર્તમાન ભાવ :- રૂ. 1865 ની આસપાસ

વલણ :- શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum) ઇન્સ્યોરન્સ સેક્ટરના સૌથી મજબૂત હેવીવેઇટ સ્ટોક SBI લાઇફમાં છેલ્લા કેટલાક સત્રોના સામાન્ય પ્રોફિટ બુકિંગ પછી હવે ફરીથી ખરીદીનો દોર શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં નવી ઊંચાઈ તરફ કૂચ કરવા માટે સજ્જ દેખાય છે.

તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-

મજબૂત સપોર્ટ બેઝ :- SBI લાઇફ માટે રૂ. 1837 થી રૂ. 1888 ની રેન્જ એક અત્યંત મજબૂત સપોર્ટ અને ડિમાન્ડ ઝોન તરીકે ઉભરી આવી છે. આ સ્તરે દૈનિક ચાર્ટ પર અગાઉ પણ સંસ્થાકીય ખરીદી (Institutional Buying) જોવા મળી હતી.

RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળેથી વેચવાલીનું દબાણ હવે સંપૂર્ણપણે હળવું થયું છે.

રિકવરી અને શોર્ટ કવરિંગ :- નિફ્ટી ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરીના મૂડ વચ્ચે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં શોર્ટ કવરિંગના સ્પષ્ટ સંકેતો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ઇન્સ્યોરન્સ કંપનીમાં ફંડ હાઉસીસનું આકર્ષણ બજારને વેગ આપશે.

આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :- જો સ્ટોક રૂ. 1874 ની ઉપર સસ્ટેન થાય છે, તો ક્રમશઃ રૂ. 1888 થી રૂ. 1903 સુધીનો પ્રથમ ટાર્ગેટ જોવા મળી શકે છે. જો તેજી આગળ વધે અને રૂ. 1909 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક રૂ 1919 થી રૂ. 1930 ના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે.

સપોર્ટ અને સ્ટોપલોસ :- જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ. 1830 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 1818 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.

ટ્રેડિંગ વ્યૂહરચના :- બાય ઓન ડીપ્સ :- જો આગામી સત્રોમાં માર્કેટના સામાન્ય ઘટાડા વચ્ચે સ્ટોક રૂ.1830 થી રૂ. 1818 ની રેન્જમાં મળે, તો તે નવી ખરીદી માટે ઉત્તમ અને સલામત તક ગણાશે.

તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.

Ravi Bhatt
SEBI Regd Number INH000012591

Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com

Spread the love

Most Popular