વર્તમાન કારોબારી સેશનમાં દેશની કરન્સી બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે. રૂપિયો ૯૬.૯૬ ના રેકોર્ડ નીચા સ્તરે સરકતા બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઊંચા ક્રૂડ ભાવ, વધતી આયાતી કિંમતો અને સતત એફઆઈઆઇ આઉટફ્લો રૂપિયામાં ઘટાડો વધારી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આરબીઆઈ દ્વારા બજારમાં મર્યાદિત ડોલર વેચાણ કરીને રૂપિયાને સપોર્ટ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
• વૈશ્વિક ક્રૂડ તેલના ઊંચા ભાવથી ટ્રેડ ડિફિસિટ પર દબાણ વધ્યું છે, જે કરન્સીમાં ઘટાડાને પ્રોત્સાહન આપે છે.
• આ વર્ષે એફઆઈઆઇ દ્વારા અત્યાર સુધી અંદાજે ૨૩ અબજ ડોલરનું આઉટફ્લો નોંધાતા રૂપિયામાં બેરિશ બાયસ વધુ સ્પષ્ટ બન્યો છે.
• જીઓપોલિટિકલ તણાવ અને ડોલર ઈન્ડેક્સની મજબૂતાઈ એશિયન કરન્સી પર દબાણ વધારી રહી છે.
• આરબીઆઈ માટે ૯૭ ની નજીકના લેવલ્સ બચાવવા અને વોલેટિલિટી નિયંત્રિત રાખવાની જવાબદારી વધી રહી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• આયાત આધારિત સેક્ટર જેમ કે તેલ, કેમિકલ્સ અને મેટલ્સમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે.
• આઈટી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત સપોર્ટ નોંધાયો છે, કારણ કે રૂપિયામાં ઘટાડાથી આ સેક્ટર્સને આંશિક લાભ મળે છે.
• નોન-ઓઈલ આયાતી કંપનીઓમાં વધેલા ખર્ચની ચિંતા યથાવત રહી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયા-ડોલર પેરમાં બેરિશ બાયસ યથાવત છે. ૯૭નું લેવલ ટૂંકા ગાળાનું મહત્વનું રેઝિસ્ટન્સ બની ગયું છે. જો આ લેવલ ઉપર બ્રેકઆઉટ થાય તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. નીચેની તરફ ૯૬.૫૦ આસપાસ સપોર્ટ લેવલ મર્યાદિત છે. આરબીઆઈના હસ્તક્ષેપથી થોડાક અંશે સ્થિરતા મળી છે, પરંતુ વોલેટિલિટી યથાવત રહી શકે છે.
રોકાણ રણનીતિ :
• આયાત આધારિત કંપનીઓમાં પોઝિશન લેતા સાવચેતી જરૂરી.
• ઉછાળે નફારૂપી વેચવાલી યોગ્ય રહેશે, ખાસ કરીને ડોલર આધારિત સ્ટોક્સમાં.
• ઘટાડે તબક્કાવાર ખરીદી માત્ર ક્વોલિટી કંપનીઓમાં જ કરવી.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ જાળવવો આવશ્યક છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં કરન્સી બજાર રેન્જ બાઉન્ડ પરંતુ નેગેટિવ વલણ સાથે રહી શકે છે. વૈશ્વિક ક્રૂડ ભાવ, ડોલર ઈન્ડેક્સ અને એફઆઈઆઇ ફ્લો રૂપિયાની દિશા નક્કી કરશે. જો ૯૭ થી ઉપર બ્રેકઆઉટ થાય તો આરબીઆઈ પર દબાણ વધશે, જ્યારે ૯૬.૫૦ આસપાસનો સપોર્ટ લેવલ રૂપિયાને ટૂંકા ગાળે સહારો આપી શકે છે.





