અર્બન કંપની પોતાના નેટિવ બ્રાન્ડ હેઠળ દિવાળી પહેલા એસી–પ્યુરિફાયર હાઈબ્રિડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટમાં પ્રવેશ પછી કંપની માટે આ સૌથી મહત્વનું પગલું ગણાય છે, કારણ કે સર્વિસ આધારિત બિઝનેસમાં માર્જિન મર્યાદિત રહે છે.
કંપનીએ ૨૦૨૩માં વોટર પ્યુરિફાયર ક્ષેત્રથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ડોર લોક ઉમેર્યા હતા. હવે એસી–પ્યુરિફાયર જેવા બે-ઇન-વન ઉત્પાદન સાથે વધુ મજબૂત પોઝિશન બનાવવા કંપની પ્રયત્નશીલ છે.
કંપની વિશે :
અર્બન કંપનીના મતે કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ બિઝનેસ ઝડપથી સ્કેલ થઈ શકે છે અને માર્જિન પણ વધુ મળે છે. બે જુદા મોડ – ઠંડક માટે એસી મોડ અને શુદ્ધ હવા માટે એર પ્યુરિફાયર મોડ – ગ્રાહકોને વધારાની સુવિધા આપે છે. કંપની આ પ્રોડક્ટનું એસેમ્બલી કામ સ્થાનિક સ્તરે જ રાખવાની યોજના ધરાવે છે.
બજારમાં વોલ્ટાસ, ડાઈકિન, બ્લૂ સ્ટાર અને એલજી જેવી મજબૂત કંપનીઓ સાથે સીધી સ્પર્ધા રહેવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટેકનિકલ જટિલતા તેમજ કૉમ્પિટિશન વચ્ચે નવા બ્રાન્ડ માટે રેઝિસ્ટન્સ ઉભો થવો સ્વાભાવિક માનવામાં આવે છે.
બજારના મુખ્ય પરિબળો :
ભારતમાં એસી માર્કેટ ઝડપથી વધી રહ્યો છે, છતાં પેનેટ્રેશન હજી પણ ઓછું છે – ફક્ત આશરે ૭.૮% ઘરોએ જ એસી ધરાવે છે. ગરમીમાં ૪૦થી ૪૫ ડિગ્રી સુધી તાપમાન વધતું હોવાથી માંગ સતત વધી રહી છે. નાના શહેરોમાં વધતી ગ્રાહકી સાથે વોલ્યુમમાં ઉછાળો જોવાઈ રહ્યો છે.
લાંબા ગાળે ૧૦–૧૫% વોલ્યુમ વૃદ્ધિની સંભાવના નિષ્ણાતો દર્શાવે છે. જોકે કૉપર તથા સિલ્વર જેવા ઇનપુટના વધતા ભાવ અને નવા એનર્જી સ્ટાન્ડર્ડ્સને કારણે એસીના ભાવમાં મર્યાદિત વધારો ટાળવો મુશ્કેલ રહેશે.
નાણાકીય પરિણામો :
કંપનીના ક્યુ૩ એફવાય૨૬ અનુસાર નેટિવ બિઝનેસનું એનટિવી ૯૩% સુધી ઉછળ્યું છે અને આવક ૬૨ કરોડ સુધી પહોંચી છે. કન્સોલિડેટેડ સ્તરે પણ કંપનીએ ૩૬% એનટિવી વૃદ્ધિ અને ૪૨% આવક વૃદ્ધિ નોંધાવી છે. ઇબીટીડીએ માર્જિન -૨૮%માંથી સુધરીને -૫% પર આવી રહ્યો છે, જે ખર્ચ નિયંત્રણ અને મજબૂત વેચાણ દર્શાવે છે.
મેનેજમેન્ટનું કહેવું છે કે હાલમાં બ્રેકઈવન મુખ્ય લક્ષ્ય નથી, પરંતુ સેગમેન્ટને મજબૂત સ્કેલ પર લાવવા તેમજ તબક્કાવાર ખરીદી વધારવા પર ધ્યાન આપશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એસી–પ્યુરિફાયર કેટેગરીમાં માંગ મજબૂત રહેવાની શક્યતા છે, ખાસ કરીને પ્રદૂષણની વધતી સ્તિતિને કારણે મેટ્રો અને મોટા શહેરોમાં. દિવાળી પહેલા લોન્ચ થતું નેટિવનું આ હાઈબ્રિડ મોડલ કંપનીને કન્ઝ્યુમર ડ્યુરેબલ માર્કેટમાં વધુ મજબૂત પોઝિશન આપી શકે છે, જોકે હાલના સ્થાપિત બ્રાન્ડ્સ વચ્ચે સાવચેતીનો માહોલ યથાવત રહેશે.







