વર્તમાન કારોબારી સેશનમાં દેશના અનાજ બજારમાં નીતિ આધારિત ચર્ચાઓ યથાવત રહી છે. વેપાર મંત્રાલયના નિયંત્રણ હેઠળ ડીજીએફટીએ વધારાના ૨૫ લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી આપતા બજારમાં સાવચેતીનો માહોલ સાથે મર્યાદિત ઉછાળો જોવા મળ્યો છે.
સરકારના આ પગલાનું મુખ્ય કારણ આરામદાયક ઘઉં સ્ટોક અને ૨૦૨૫-૨૬ સીઝન માટે મજબૂત ઉત્પાદન અંદાજ છે. હાલમાં કુલ ૫૦ લાખ ટન ઘઉં અને ૧૦ લાખ ટન ઘઉં આધારિત પ્રોડક્ટ્સની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
• ડીજીએફટી દ્વારા જાહેર સૂચના મુજબ ઘઉં નિકાસ પર પ્રતિબંધ યથાવત છે, પરંતુ વધારાના ૨૫ લાખ ટન માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે.
• કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ ૨૦૨૫-૨૬ માટે ઘઉંનું ઉત્પાદન ૧૨૦.૨ મિલિયન ટન સુધી પહોંચવાની ધારણા છે, જે પૂરતો સપ્લાય જાળવવામાં મદદરૂપ બનશે.
• રકબા વધીને ૩૩.૪૧ મિલિયન હેક્ટર પહોંચતા ઉત્પાદન મજબૂત રહેવાની ધારણા બજારમાં સ્થિરતા લાવી રહી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• અનાજ નિકાસ ક્ષેત્રમાં મર્યાદિત પરંતુ પસંદગીયુક્ત ખરીદી જોવા મળી છે.
• એફએમસિજિ અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે આ નિર્ણય લાંબા ગાળે બુલિશ બાયસ સર્જી શકે છે.
• નિકાસકારો માટે નીતિ સ્પષ્ટતા મળતા વોલેટિલિટી ઘટતી દેખાઈ રહી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
• અનાજ કમોડિટી બજારમાં ભાવનું મૂવમેન્ટ હાલ રેંજ બાઉન્ડ છે.
• ટેકનિકલ ચાર્ટ મુજબ ઉપરના લેવલ પર રેઝિસ્ટન્સ યથાવત છે, જો કે સરકારના પગલા પછી બુલિશ બ્રેકઆઉટની શકયતા નકારી શકાય નહીં.
• નીચેની તરફ મજબૂત સપોર્ટ લેવલ કાયમ છે, જે ઘટાડે તબક્કાવાર ખરીદી માટે ટ્રેડર્સને આત્મવિશ્વાસ આપે છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવવી યોગ્ય રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદીથી સ્થિર પોઝિશન બનાવી શકાય.
• કમોડિટી ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય ગણાય.
• સરકારની નીતિમાં આવતા ફેરફારો પર ધ્યાન રાખવું જરૂરી રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં નિકાસ સંબંધિત જાહેરાતો અને કૃષિ ઉત્પાદનના આંકડા બજારને દિશા આપશે. મજબૂત ઉત્પાદન અને સ્પષ્ટ નીતિને કારણે સમગ્ર અનાજ બજાર આગામી સેશન્સમાં મર્યાદિત બુલિશ બાયસ સાથે આગળ વધી શકે છે.







