રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનું ધોવાણ થયું છે, જ્યારે NSE નિફ્ટી ૨૪,૧૫૦ ની આસપાસ વોલેટિલિટી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં અત્યારે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
બજારમાં અત્યારે ઉતાર-ચઢાવ યથાવત છે. પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ચોક્કસ દિશા પકડવામાં અસમર્થ જણાય રહ્યો છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
બેન્કિંગ સેક્ટરમાં મોટું ધોવાણ જોવા મળ્યું છે. એક્સિસ અને HDFC Bank જેવા મુખ્ય શેરોમાં ઘટાડો થવાથી બજાર પર દબાણ વધ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ, નિફ્ટી માટે સપોર્ટ લેવલ જાળવવો અત્યંત મહત્વનો રહેશે. જો સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
રોકાણ રણનીતિ :
આ તબક્કે રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે.
👉 યાદ રાખો : તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!






