HomeBusiness News - RightIT સેક્ટરમાં તેજી અને ક્રૂડના ઘટાડાથી બજારમાં ઉછાળો...!!!

IT સેક્ટરમાં તેજી અને ક્રૂડના ઘટાડાથી બજારમાં ઉછાળો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાં IT સેક્ટરમાં આવેલા મોટા ઉછાળાને કારણે તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી ૫૦ માં ૦.૭૧% અને સેન્સેક્સમાં ૦.૭૫% નો ઉછાળો નોંધાયો છે. IT ઇન્ડેક્સમાં ૪.૬૪% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે બજાર માટે મજબૂત સપોર્ટ બની રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

બજારમાં તેજી આવવા પાછળ અનેક મહત્વના કારણો જવાબદાર છે. જાપાન દ્વારા ભારત માટે AI, ડિફેન્સ અને એનર્જી સેક્ટરમાં $૧૦ બિલિયનથી વધુના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ બ્રેન્ટ ક્રૂડના ભાવ $૭૧ ડોલરથી નીચે આવતા એનર્જી સપ્લાય અંગેની ચિંતા ઓછી થઈ છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. જૂન મહિનામાં GST કલેક્શનમાં ૧૩.૯% નો વધારો પણ આર્થિક મજબૂતીના સંકેતો આપે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

IT સેક્ટરમાં શોર્ટ કવરિંગ અને વેલ્યુ બાઈંગને કારણે મજબૂત રિકવરી જોવા મળી છે. ઓટો સેક્ટરમાં જૂનના પૅસેન્જર વ્હીકલ સેલ્સમાં ૨૪% નો વધારો થતા આ સેક્ટરમાં પણ સારો ઉછાળો રહ્યો છે. રિયલ્ટી સેક્ટરમાં પણ મજબૂતી નોંધાઈ છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી છે. જોકે, PSU બેન્ક સેક્ટરમાં પ્રોફિટ બુકિંગને કારણે મર્યાદિત ઘટાડો જોવા મળ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ, નિફ્ટી માટે ૨૪,૦૦૦ નો લેવલ મજબૂત સપોર્ટ લેવલ ગણાય છે, જ્યારે બજારમાં આગળ વધવા માટે ૨૪,૪૫૦–૨૪,૬૦૦ નો રેઝિસ્ટન્સ ઝોન પાર કરવો જરૂરી રહેશે. ઈન્ડિયા VIX માં ૭% થી વધુનો ઘટાડો બજારની વોલેટિલિટીમાં ઘટાડો સૂચવે છે, જે સાવચેતીનો માહોલ ઓછો કરી રહ્યો છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજારની દિશા US જોબ્સ ડેટા અને Q1 ના નાણાકીય પરિણામો પર નિર્ભર રહેશે. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અપનાવી સાવચેતી રાખવી પણ જરૂરી છે.

Spread the love

Most Popular