HomeBusiness News - LeftNSE દ્વારા F&O ટ્રેડિંગ સમયનો વધારો : ક્લોઝિંગ ઓક્શન સેશન બાદનું નવું...

NSE દ્વારા F&O ટ્રેડિંગ સમયનો વધારો : ક્લોઝિંગ ઓક્શન સેશન બાદનું નવું આયોજન…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને અસર કરતી એક મહત્વપૂર્ણ જાહેરાત NSE તરફથી સામે આવી છે. ઇક્વિટી કેશ માર્કેટમાં શરૂ થતા ક્લોઝિંગ ઓક્શન સેશનને ધ્યાનમાં રાખીને F&O ટ્રેડિંગ સમય હવે ૩.૩૦ થી વધારી ૩.૪૦ સુધી કરાયો છે. આ નવા સમયનું અમલીકરણ ૩ ઓગસ્ટથી થશે.

આ વધારેલા ૧૦ મિનિટના સમયગાળા દરમિયાન ટ્રેડર્સ માટે હેજિંગ, પોર્ટફોલિયો રિ-બેલેન્સ અને પોઝિશન ક્લોઝિંગ વધુ સુવિધાજનક બનશે. કેશ સેગમેન્ટમાં ૩.૧૫ થી ૩.૩૫ દરમિયાન થતું ઓક્શન હવે ડેરિવેટિવ્ઝના ક્લોઝિંગ પ્રાઈસ નિર્ધારણ પર સીધી અસર કરશે.

બજારના મુખ્ય પરિબળો :

NSE મુજબ VWAP ગણતરીનું વિન્ડો ૩૦ મિનિટનું યથાવત રહેશે, પરંતુ તેનું ટાઈમિંગ હવે ૩.૧૦ થી ૩.૪૦ રહેશે, જે અગાઉ ૩.૦૦ થી ૩.૩૦ હતું. નવા પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડતાં NEAT ટર્મિનલ પરથી બ્રોકર્સને ઓટો અલર્ટ પણ મળશે.

મોર્નિંગ સેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રિ-ઓપન સેશન તથા નિયમિત ઓપન યથાવત રહેશે. બજારમાં આ બદલાવના પગલે ક્લોઝિંગ સમયે થતો વોલેટિલિટી પ્રેશર મર્યાદિત થવાની અપેક્ષા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

BSE તરફથી Focused IT Index પર F&O કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં ૧૪ મુખ્ય IT કંપનીઓનો સમાવેશ થાય છે. પ્રથમ જ દિવસે આશરે ૧૪૮ કરોડનું ટ્રેડિંગ નોંધાયું હતું, જે IT સેક્ટરમાં પસંદગીયુક્ત રસ દર્શાવે છે. IT સેક્ટર વૈશ્વિક વોલેટિલિટી, ફોરેક્સ ચલણ અને ટેક્નોલોજીકલ પરિવર્તનોને કારણે વધુ અસરગ્રસ્ત રહે છે, તેથી આ નવા કોન્ટ્રાક્ટ્સ હેજિંગ માટે મર્યાદિત પરંતુ મહત્વપૂર્ણ સાધન ગણાય છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ક્લોઝિંગ સમય વધવાથી કેશ માર્કેટના ઓક્શન મૂલ્ય સાથે ડેરિવેટિવ્ઝનું રેઝિસ્ટન્સ તથા સપોર્ટ લેવલ વધુ સુમેળમાં રહેશે. અંતિમ ૩૦ મિનિટમાં વોલેટિલિટી થોડું ઘટવાની શક્યતા છે. બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન પર ટ્રેડર્સને વધુ સ્પષ્ટ દિશા મળવાની સંભાવના છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેવાની શક્યતા છે, ખાસ કરીને દિવસના અંતમાં. ઘટાડે તબક્કાવાર ખરીદી કરવા ઇચ્છુક રોકાણકારોએ ક્લોઝિંગ ઓક્શનના પ્રાઈસ મૂવમેન્ટને સાવચેતીપૂર્વક અનુસરવું યોગ્ય રહેશે. ટૂંકા ગાળામાં સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ક્લોઝિંગ ઓક્શન અને F&O સમયના વધારાએ બજારમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ યથાવત રહેવાની શક्यता છે. વૈશ્વિક સંકેતો તથા ક્વોલિટી શેરોમાં ચાલતી પસંદગીયુક્ત ખરીદી બજારની દિશા નક્કી કરશે.

Spread the love

Most Popular