May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightએસબીઆઈ દ્વારા ₹૧૭.૩૫ ડિવિડન્ડની જાહેરાત સાથે રોકાણકારોમાં ચહલપહલ...!!!

એસબીઆઈ દ્વારા ₹૧૭.૩૫ ડિવિડન્ડની જાહેરાત સાથે રોકાણકારોમાં ચહલપહલ…!!!

એસબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ₹૧૭.૩૫ પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ સ્પેસમાં વોલેટિલિટી યથાવત રહી છે અને આ જાહેરાતે બજારમાં મર્યાદિત સકારાત્મકતા ઉમેરેલી જોવા મળી છે.

બેન્કે રેકોર્ડ ડેટ ૧૬ મે અને ડિવિડન્ડ પેમેન્ટ ડેટ ૪ જૂન નક્કી કરી છે, જે મુજબ આ દિવસે શેરહોલ્ડર્સની પોઝિશન ગણવામાં આવશે.

કંપની વિશે :

દેશની સૌથી મોટી પીએસયુ બેન્ક એસબીઆઈ લાંબા ગાળાથી સ્થિર નફાકારકતાને લઈને ઓળખાય છે. બેંકે આ વખતનું ₹૧૭.૩૫ પ્રતિ શેરનું ડિવિડન્ડ (૧૭૩૫%) જાહેર કર્યું છે. ડિવિડન્ડ સાથે બેન્કે પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે.

નાણાકીય પરિણામો :

એસબીઆઈએ ચોથા ત્રિમાસિક દરમિયાન ₹૧૯,૬૮૩.૭૫ કરોડનો સ્ટેન્ડઅલોન નફો દર્શાવ્યો છે, જે વર્ષ ઉપર ૫.૬% નો ઉછાળો છે. જો કે ત્રિમાસિક આધાર પર નફામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. નેટ ઈંટરેસ્ટ ઈન્કમ પણ વર્ષ ઉપર ૪% વધીને ₹૪૪,૩૮૦ કરોડ થઈ છે. બેન્કની એસેટ ક્વોલિટી સુધરી છે અને ગ્રોસ એનપીએ ૧.૪૯% સુધી ઘટી છે, જેના કારણે બજારમાં સાવચેતીનો માહોલ થોડો હળવો બન્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

બેન્કિંગ શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ છતાં એસબીઆઈમાં ડિવિડન્ડ આધારિત ખરીદી મર્યાદિત પ્રમાણમાં જોવા મળી છે. વૈશ્વિક અનિશ્ચિતતા, પ્રોફિટ બુકિંગ અને વોલેટિલિટી યથાવત છે, જેના કારણે રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે. એસબીઆઈના મજબૂત ચોથા ત્રિમાસિક પરિણામો અને ડિવિડન્ડ જાહેર થતાં પીએસયુ બેન્કિંગ ઈન્ડેક્સમાં હળવો ઉછાળો નોંધાયો, જોકે વોલેટિલિટી દરમિયાન નફારૂપી વેચવાલી યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ એસબીઆઈ માટે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ જરૂરી રહેશે. નીચેની તરફ સપોર્ટ લેવલ જાળવવામાં બેન્ક સફળ રહી છે, જેના કારણે બુલિશ બાયસ યથાવત છે. જો સપોર્ટ તૂટે તો આગળ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખવી યોગ્ય, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી કરી શકાય. ટૂંકા સમયગાળા માટે સ્ટોપલોસ સાથે જ પોઝિશન જાળવવાની સલાહ યોગ્ય ગણાશે. ક્વોલિટી પીએસયુ બેન્કિંગ શેરોમાં ધીરજ રાખવી અનિવાર્ય છે.

Spread the love

Most Popular