May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftવર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડામાં મોટો ખુલાસો : ૧૦ મહિનામાં પ્રથમવાર સેન્ટ્રલ બેન્કોમાં...

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડામાં મોટો ખુલાસો : ૧૦ મહિનામાં પ્રથમવાર સેન્ટ્રલ બેન્કોમાં ગોલ્ડની નફારૂપી વેચવાલી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહી છે, જ્યારે સેન્ટ્રલ બેન્કોએ માર્ચ મહિનામાં ગોલ્ડની નફારૂપી વેચવાલી કરીને બજારમાં ચર્ચા તેજ કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના આંકડા મુજબ, લગભગ ૧૦ મહિનામાં પ્રથમવાર ગોલ્ડની નેટ વેચવાલી નોંધાઈ છે.

તુર્કી અને રશિયા મુખ્ય વેચનાર રહ્યા છે, જ્યારે પોલેન્ડ, ચીન અને ઉઝબેકિસ્તાન જેવી અર્થવ્યવસ્થાઓની તબક્કાવાર ખરીદી યથાવત રહી છે.

બજારમાં ગોલ્ડ માટે સાવચેતીનો માહોલ સર્જાયો છે, કારણ કે જાન્યુઆરીમાં ઊંચા રેકોર્ડ પછી કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

બજારના મુખ્ય પરિબળો :

• તુર્કી દ્વારા ૬૦ ટન અને રશિયા દ્વારા ૬ ટન ગોલ્ડની વેચવાલી થઈ છે.
• અઝરબૈજાનના સ્ટેટ ઓઈલ ફંડે પ્રથમ ક્વાર્ટરમાં ૨૨ ટનનું ધોવાણ કર્યું છે.
• પોલેન્ડ સતત ખરીદીની નીતિ સાથે ૧૧ ટનની ખરીદી કરીને મોટા ખરીદદારોમાં સ્થાન ધરાવે છે.
• ચીન માટે આ ૧૭મો સતત મહિનો રહ્યો છે, જેમાં ૫ ટનની ખરીદી થઈ છે.
• ઉઝબેકિસ્તાન (૯ ટન), કઝાકિસ્તાન (૬ ટન), ગુવાતેમાલા અને ચેક રિપબ્લિક (૨ ટન) પણ તબક્કાવાર ખરીદીમાં સામેલ રહ્યા છે.

તુર્કી માટે ગોલ્ડની વેચવાલીનો મુખ્ય હેતુ કરન્સી સ્થિરતા અને લિક્વિડિટી મેનેજમેન્ટ રહ્યો છે. તુર્કીએ અત્યાર સુધી કુલ ૭૯ ટન વેચાવાનું અને ૮૦ ટન સ્વેપનું પગલું લીધું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ગોલ્ડના બજારમાં હાલ બેરિશ બાયસ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૯ના રોજ લગભગ ૫૬૦૮ ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ પછી ગોલ્ડના ભાવમાં ૧૫ ટકા જેટલો ઘટાડો થઈ ૪૬૭૫ ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

જીઓપોલિટિકલ સ્થિતિ, ઈરાન સંબંધિત તણાવ, મોંઘવારીનો દબાણ અને ક્રૂડના ભાવમાં ઉછાળો – આ બધા પરિબળો કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ગોલ્ડ હાલમાં મહત્વના સપોર્ટ લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. જો સપોર્ટ લેવલ તૂટી જાય તો વધુ ઘટાડાની સંભાવના રહે છે, જ્યારે ઉપરની તરફ રેઝિસ્ટન્સ મજબૂત છે એટલે બ્રેકઆઉટ શક્ય જણાતો નથી.

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – આ બંને પ્રવૃત્તિઓના કારણે માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની શકયતા વધુ છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર ગોલ્ડ માટે મર્યાદિત મૂવમેન્ટ સાથે રેન્જ બાઉન્ડ રહી શકે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ સમાચારો અને ક્રૂડમાં વોલેટિલિટી ગોલ્ડની દિશાને અસર કરશે.

લાંબા ગાળાના રોકાણકારોએ સાવચેતી સાથે ક્વોલિટી પોઝિશન જાળવવી યોગ્ય ગણાય.

Spread the love

Most Popular