April 18, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, April 18, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftએસઇબીઆઈ દ્વારા ત્રણ નવી IPO ફાઈલ્સને મંજૂરી, અવાડા ઇલેક્ટ્રો સહિત બજારમાં નવા...

એસઇબીઆઈ દ્વારા ત્રણ નવી IPO ફાઈલ્સને મંજૂરી, અવાડા ઇલેક્ટ્રો સહિત બજારમાં નવા ઉત્સાહની તૈયારી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં IPO સેગમેન્ટમાં હલચલ યથાવત રહી છે, કારણ કે SEBI દ્વારા ત્રણ મહત્વપૂર્ણ પબ્લિક ઈશ્યુ પ્રસ્તાવોને મંજૂરી મળતા બજારમાં સાવચેતીનો માહોલ હોવા છતાં રોકાણકારોની નજર આ નવા ઈશ્યુ તરફ વળી છે.

આ મંજૂરીમાં અવાડા ગ્રુપની અવાડા ઇલેક્ટ્રો, ગ્રાન્ડ હાઉસિંગ અને સોનાસિલેક્શન ઇન્ડિયા જેવા મુખ્ય નામો સામેલ છે.

કંપની વિશે :

અવાડા ઇલેક્ટ્રો, જે અવાડા ગ્રુપનું સોલાર મેન્યુફેક્ચરીંગ પર કેન્દ્રિત સબસિડીયરી છે, તેણે ઑક્ટોબર ૨૦૨૫માં SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યું હતું. કંપની આશરે ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના IPO માટે તૈયારી કરી રહી છે. તેમાં ફ્રેશ ઇશ્યુ અને OFS — બંનેનો સમાવેશ થશે.

ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી રકમ દ્વારા ઉત્તર પ્રદેશમાં ૫.૧ GW સોલાર મૉડ્યુલ મેન્યુફેક્ચરીંગ સુવિધાનું વિસ્તરણ અને મહારાષ્ટ્રના બુટીબોરી પ્લાન્ટમાં ક્ષમતાવર્ધન કરવાની યોજના છે. અવાડા ગ્રુપને અગાઉ બ્રુકફિલ્ડ રિન્યુએબલ પાર્ટનર્સ અને થાઈલેન્ડની GPSC તરફથી મોટું રોકાણ મળ્યું હતું.

સોનાસિલેક્શન ઇન્ડિયાના IPOમાં સંપૂર્ણ ફ્રેશ ઇશ્યુ રહેશે જેમાં ૧.૪૩ કરોડ શેર સામેલ હશે. મળેલી રકમનો ઉપયોગ દેવું ઘટાડવા અને મશીનરી ખરીદી માટે કરવામાં આવશે.

ગ્રાન્ડ હાઉસિંગનું IPO સંપૂર્ણ OFS રૂપે આવશે, જેમાં પ્રમોટર તરફથી ૩.૫૫ કરોડ શેર વેચવામાં આવશે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં IPO બજારમાં વધતી વોલેટિલિટી યથાવત રહી છે. રોકાણકારો પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે, કારણ કે પ્રોફિટ બુકિંગ અને માક્રો આર્થિક પરિબળોના દબાણને કારણે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – આ પ્રવૃત્તિઓ IPO સંબંધિત કાઉન્ટર્સમાં પણ જોવા મળી રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરીંગ સંબંધિત કંપનીઓમાં મર્યાદિત પરંતુ મજબૂત બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે. અવાડા ઇલેક્ટ્રો જેવી કંપનીઓના IPOને લઈને બજારમાં સકારાત્મકતા યથાવત છે, જ્યારે રિયલ એસ્ટેટ અને ટેક્સટાઇલ સંબંધિત નવા IPOને લઈને રોકાણકારો સાવચેતી અપનાવી રહ્યા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં IPO બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. SEBI દ્વારા મળેલી મંજૂરીને કારણે નવી લિસ્ટિંગ્સનું પ્રવાહ વધશે, પરંતુ મોટા કદના ફંડરેઇઝિંગને કારણે વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.

ક્વોલિટી કંપનીઓના IPO માટે રોકાણકારોમાં રસ મજબૂત રહી શકે છે, જોકે ટૂંકા ગાળાના નફારૂપી વેચવાલીથી બજારમાં થોડું ધોવાણ જોવા મળી શકે છે.

Spread the love

Most Popular