HomeBusiness News - Rightભારતનો ક્લીન એનર્જી પાવર: નોન-ફોસિલ ક્ષમતા ૩૦૦ GW નો સીમાચિહ્ન પાર કરી…...!!!

ભારતનો ક્લીન એનર્જી પાવર: નોન-ફોસિલ ક્ષમતા ૩૦૦ GW નો સીમાચિહ્ન પાર કરી……!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

ભારતે નોન-ફોસિલ ફ્યુઅલ આધારિત ઇલેક્ટ્રિસિટી જનરેશન ક્ષમતામાં ૩૦૦ GW નો સીમાચિહ્ન પાર કરી લીધું છે. નવા અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ ૨૦૩૦ ના ૫૦૦ GW ના લક્ષ્યાંકના ૬૦ ટકાથી વધુ છે. હાલમાં દેશની કુલ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા અંદાજે ૫૫૨ GW છે, જેમાં નોન-ફોસિલ સ્ત્રોતોનો હિસ્સો ૫૪ ટકાથી વધુ રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

નોન-ફોસિલ ક્ષમતામાં સોલર પાવરનો સૌથી મોટો હિસ્સો છે, જે ૧૬૪.૫૯ GW પર પહોંચ્યો છે. ત્યારબાદ વિન્ડ પાવર (૫૮.૧૪ GW) અને હાઇડ્રો પાવર (૫૭.૨૪ GW) નો ક્રમ આવે છે. સોલર ક્ષમતામાં અગાઉની સરખામણીએ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઉપરાંત, PLI સ્કીમ જેવા પગલાઓને કારણે સોલર ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં પણ મજબૂત વધારો થયો છે.

ભાવિ દિશા :

ભારત પાસે ૨૦૩૦ સુધીમાં અંદાજે ૧૯૯.૫ GW નો વધારો કરવાની જરૂર છે. સરકાર હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન દ્વારા ભારતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસના હબ તરીકે વિકસાવવા પર ધ્યાન આપી રહી છે. આનાથી ઉર્જા ક્ષેત્રમાં મજબૂત બદલાવ જોવા મળી શકે છે.

રોકાણ રણનીતિ :

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. લાંબા ગાળાના રોકાણકારો માટે સોલર, વિન્ડ અને ગ્રીન હાઇડ્રોજન સાથે જોડાયેલી કંપનીઓ પર નજર રાખવી જોઈએ. મજબૂત સરકારી સપોર્ટ આ સેક્ટર માટે બુલિશ વલણ જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે.

👉 યાદ રાખો : તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!

Spread the love

Most Popular