ટાટા ગ્રુપ એ વિશ્વના સૌથી જૂના, મોટા અને સફળ બિઝનેસ ગ્રુપમાંનું એક છે. FY26 ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, ગ્રુપની ૨૬ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $૨૨૭ બિલિયન સુધી પહોંચી છે. ટેકનોલોજી, ઓટોમોટિવ, સ્ટીલ, રિટેલ, એનર્જી અને ડિફેન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગ્રુપનો વ્યાપ અત્યંત મજબૂત છે.
કંપની વિશે :
ટાટા સન્સ એ ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની છે. FY૨૬ ના અંત સુધીમાં તેની અસંખ્ય પેટા કંપનીઓ અને સંલગ્ન કંપનીઓ વિશ્વભરમાં વિવિધ વ્યવસાયોમાં કાર્યરત છે. ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા ગાળાના સ્ટેકહોલ્ડર વેલ્યુ ક્રિએશન દ્વારા સમુદાયોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. હાલમાં ગ્રુપ ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને એવિએશન જેવા નવા ક્ષેત્રોમાં પણ તેની પકડ મજબૂત કરી રહ્યું છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ટાટા ગ્રુપ આગામી વર્ષોમાં કેટલાક મહત્વપૂર્ણ મેગાટ્રેન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે:
- ટાટા ઈલેક્ટ્રોનિક્સ: સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંપની ગુજરાતમાં પ્રથમ હાઈ-વોલ્યુમ ફેબ બનાવી રહી છે. તે ઈલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઈન પર કામ કરી રહી છે.
- ટાટા ડિજિટલ: BigBasket, Croma અને Tata Neu દ્વારા ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ માર્કેટમાં સ્કેલ વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
- એવિએશન: Air India નું રૂપાંતરણ એ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં ફ્લીટ રિન્યુઅલ અને નેટવર્ક એક્સપાન્શન માટે આગામી ૫ થી ૧૦ વર્ષનો સમય લાગી શકે છે.
- એનર્જી ટ્રાન્ઝિશન: Agratas દ્વારા ઈલેક્ટ્રિક મોબીલીટી માટે બેટરી બનાવવાનું આયોજન છે, જેના માટે ગુજરાતના સાણંદ અને UK માં ગીગા ફેક્ટરી બનાવવામાં આવશે.
- ટેલિકોમ અને ડિફેન્સ: Tejas Networks દ્વારા 6G અને AI ટેકનોલોજી પર કામ ચાલુ છે, જ્યારે ડિફેન્સ સેક્ટરમાં મિલિટરી એરક્રાફ્ટ અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં ગ્રુપ મજબૂત બની રહ્યું છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ગ્રુપનું ધ્યાન સેમિકન્ડક્ટર, કનેક્ટિવિટી અને એનર્જી જેવા ક્ષેત્રો પર રહેશે. જોકે, રોકાણકારોએ જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, કોમોડિટીના ભાવમાં વોલેટિલિટી અને સાઈબર સિક્યુરિટી જેવા જોખમો સામે સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ ટાટા ગ્રુપના શેરમાં રોકાણ કરતા પહેલા તે કંપનીના ફંડામેન્ટલ્સ, કોર્પોરેટ ગવર્નન્સ અને વેલ્યુએશન તપાસવા અનિવાર્ય છે.






