HomeBusiness News - Rightયુએસ–ઈરાન શાંતિ સંકેતો વચ્ચે ઈમર્જિંગ કરન્સીમાં મર્યાદિત ઉછાળો…...!!!

યુએસ–ઈરાન શાંતિ સંકેતો વચ્ચે ઈમર્જિંગ કરન્સીમાં મર્યાદિત ઉછાળો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ફોરેક્સ બજારમાં ઈમર્જિંગ માર્કેટ કરન્સીમાં મર્યાદિત ઉછાળો યથાવત રહ્યો છે. યુએસ અને ઈરાન વચ્ચેના શાંતિ સંકેતો બાદ વિશ્વબજારમાં સાવચેતીનો માહોલ યથાવત છે, જ્યારે ફેડની આગામી નીતિ બેઠક પહેલાં ટ્રેડર્સ પોઝિશન સંતુલિત કરી રહ્યા છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૦ ડોલરથી નીચે જતા ચિલી અને પોલેન્ડ જેવી ક્રૂડ આયાત આધારિત કરન્સીમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક રિસ્કી એસેટ્સમાં પણ મર્યાદિત તેજી જોવા મળી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

યુએસ–ઈરાન વચ્ચે અપેક્ષિત શાંતિ કરારને કારણે ક્રૂડ ઓઈલમાં ઘટાડો નોંધાયો છે, જે ઈમર્જિંગ કરન્સી માટે સહાયક સાબિત થયો છે. ફેડ ચેરમેન કેવિન વોર્શની પહેલી નીતિ બેઠક પહેલાં બજારમાં વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે. ટ્રેડર્સનું માનવું છે કે વ્યાજદર યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ મોંઘવારીનો દબાણ ફેડના સ્વર પર અસર કરી શકે છે.

લેટિન અમેરિકાના દેશોમાં કોલમ્બિયન પેસોમાં ઉછાળો નોંધાયો છે, જ્યારે બ્રાઝિલના રીઅલમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ઘટાડો જોવા મળે છે. મેક્સિકોના પેસોમાં પણ મર્યાદિત તેજી યથાવત છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઈમર્જિંગ ઈક્વિટી બજારમાં ટેક સેક્ટર મજબૂત રહેવા પામ્યો છે. SK hynix અને TSMC જેવા ટોચના ટેક દિગ્ગજોના સહારે EM ઈક્વિટી ઇન્ડેક્સમાં મર્યાદિત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારત સહિત એશિયન બજારોમાં ક્રૂડના ઘટતા ભાવને કારણે મિડકેપ તથા સ્મોલકેપ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ફોરેક્સ માર્કેટમાં EM કરન્સી ઈન્ડેક્સ માટે ઉપરની તરફનો રેઝિસ્ટન્સ મજબૂત સપાટી માનવામાં આવી રહ્યો છે. જો ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થાય તો કરન્સી માટે બુલિશ બાયસ વધે તેવી શક્યતા છે. ફેડની નીતિ બેઠક પહેલાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં યુએસ–ઈરાન વચ્ચેની વાસ્તવિક રાજનૈતિક પ્રગતિ અને ફેડની નીતિ દિશા ઈમર્જિંગ માર્કેટ માટે મહત્વની રહેશે. ક્રૂડ ભાવમાં સ્થિરતા આવે તો ઈમર્જિંગ કરન્સીમાં વધુ મજબૂત વલણ જણાઈ શકે છે, જ્યારે ફેડ તરફથી કડક વલણ આવે તો બેરિશ બાયસ ઊભો થઈ શકે છે.

Spread the love

Most Popular