વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ટેકનોલોજી સેગમેન્ટમાં ઘટાડો અને ઉછાળો વચ્ચે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ચીન દ્વારા બ્રેઇન–મશીન ઇન્ટરફેસ ક્ષેત્રમાં ઝડપભેર પ્રગતિ નોંધાતા માર્કેટ સેન્ટિમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળ્યો છે. ઇલોન મસ્કની ન્યુરાલિંક હજી વ્યાપક મંજૂરીની રાહ જોઈ રહી છે, ત્યારે ચીને એનઇઓ નામની વ્યાવસાયિક બ્રેઇન ઇમ્પ્લાન્ટને મંજૂરી આપી છે.
આ વિકાસ વૈશ્વિક ટેક સેગમેન્ટ માટે ખાસ મહત્વનો બન્યો છે, ખાસ કરીને હેલ્થકેર અને ડિજિટલ ઇન્ટરફેસ ક્ષેત્ર સાથે સંકળાયેલ કંપનીઓ માટે.
કંપની વિશે :
ચીનની ત્સિંઘુઆ યુનિવર્સિટી અને શાંઘાઈની ન્યૂરાકલ ટેકનોલોજી દ્વારા વિકસાવાયેલ એનઇઓ એક સિક્કા જેટલી નાની ચિપ છે, જે મગજમાંથી મળતા સિગ્નલને નજીકની ઉપકરણ સુધી પહોંચાડે છે. કુલ ૩૬ દર્દીઓ પર કરવામાં આવેલા પરીક્ષણો બાદ તેને વ્યાવસાયિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
ઇલોન મસ્કની ન્યુરાલિંક હાલ માનવ પરીક્ષણના તબક્કામાં છે, પરંતુ વ્યાપક મંજૂરી મેળવવામાં સમય લાગી રહ્યો છે. ન્યુરાલિંકનું ઇમ્પ્લાન્ટ મગજની સપાટી પાર વીંધતું હોય છે, જ્યારે એનઇઓ મગજ અને કરોટી વચ્ચે સ્થિત થતું હોવાને કારણે જોખમ ઓછું છે.
બજારના મુખ્ય પરિબળો :
ટેક સેક્ટરમાં વૈશ્વિક વોલેટિલિટી યથાવત છે. ચીન દ્વારા હેલ્થકેર સિસ્ટમમાં આવા ઇમ્પ્લાન્ટના ઉપયોગ માટેની સક્રિય તૈયારીઓ ટેક સેગમેન્ટમાં બુલિશ બાયસ લાવી રહી છે. બીજી બાજુ, સાયબર સિક્યુરિટી સંબંધી જોખમોને લઈને રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. મગજ સંબંધિત સિગ્નલ ડેટા લીકની શક્યતા ચર્ચામાં છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
વૈશ્વિક ટેક સેગમેન્ટમાં હાલ રેન્જ બાઉન્ડ ચાલ યથાવત છે. મુખ્ય જાહેરાતો પછી ટૂંકા ગાળામાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન યથાવત છે. નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટે તો પસંદગીયુક્ત ધોવાણ શક્ય છે. ઘણા રોકાણકારો ઉછાળે નફારૂપી વેચવાલી કરી રહ્યા છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ટેક અને હેલ્થકેર સેગમેન્ટ રેન્જ બાઉન્ડ રહી શકે છે. ચીનની એનઇઓ સિસ્ટમના ઝડપી વિકાસને કારણે ન્યુરાલિંક માટે સ્પર્ધા મજબૂત બનશે. સાયબર જોખમોને લઈને વૈશ્વિક સ્તરે ટિપ્પણીઓ પણ વોલેટિલિટી વધારશે. લાંબા ગાળામાં ક્વોલિટી પોઝિશન ધરાવતા રોકાણકારો માટે આ સેગમેન્ટ મર્યાદિત પરંતુ સ્થિર રિટર્ન આપનાર બની શકે છે.






