HomeBusiness News - Rightમરસેલસ ગ્લોબલ ઇક્વિટી ફંડ : ગિફ્ટ સિટીમાં નવો વિકલ્પ રોકાણકારોના ધ્યાનમાં...!!!

મરસેલસ ગ્લોબલ ઇક્વિટી ફંડ : ગિફ્ટ સિટીમાં નવો વિકલ્પ રોકાણકારોના ધ્યાનમાં…!!!

મરસેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા. લિ. દ્વારા ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ઇક્વિટી ફંડની શરૂઆત કરવામાં આવી છે. આ નવું સ્કીમ ૮ જૂનથી ૧૯ જૂન સુધી રોકાણકારો માટે ખુલ્લું રહેશે. ફંડનો મુખ્ય ધ્યાન ઉચ્ચ ગુણવત્તાવાળા વૈશ્વિક કમ્પાઉન્ડર્સમાં રોકાણ કરવાનું રહેશે.

આ ફંડ ચાર મુખ્ય વૈશ્વિક ટ્રેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરશે – ડિફેન્સ અને એરોઝસ્પેસ, પાવર જનરેશન, એઆઈ આધારિત મૂડી ખર્ચ અને લક્ઝરી વપરાશ. ન્યૂનતમ રોકાણ ૫૦૦૦ ડોલર અને વધારાનું રોકાણ ૨૦૦૦ ડોલરથી શરૂ થશે.

કંપની વિશે :

મરસેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સૌરભ મુખર્જિયાએ જણાવ્યું કે ભારતીય રોકાણકારોની મોટાભાગની સંપત્તિ રૂપિયા આધારિત છે, જ્યારે તેમની જીવનશૈલી અને ભવિષ્યની જરૂરિયાતો ડોલર આધારિત છે. કંપનીનું ગ્લોબલ ઇક્વિટી ફંડ આ અંતર ઘટાડવા માટે તક પૂરું પાડે છે.

મરસેલસના ગ્લોબલ ઇક્વિટીઝ હેડ અરિન્દમ મંડળે જણાવ્યું કે હાલમાં વૈશ્વિક બજારોમાં ચાર સશક્ત લાંબા ગાળાના ટ્રેન્ડ્સ ઉદભવી રહ્યા છે અને આ ફંડ તે ક્ષેત્રોને આવરી લેશે. અમેરિકામાં તેમની ટીમની ઉપસ્થિતિ પસંદગીયુક્ત ક્વોલિટી કંપનીઓ શોધવામાં મદદરૂપ બની રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ગ્લોબલ થીમ આધારિત ફંડ્સમાં રોકાણકારોનો રસ યથાવત રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધતા ખર્ચને કારણે ગ્લોબલ ઇક્વિટી સેગમેન્ટમાં વોલેટિલિટી હોવા છતાં સાવચેતીનો માહોલ છે.

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે ગ્લોબલ થીમ આધારિત ફંડ્સ પર મર્યાદિત પરંતુ સ્થિર માંગ જોવા મળી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ગ્લોબલ ઇક્વિટી સેગમેન્ટ હાલમાં રેન્જ બાઉન્ડ રૂપરેખામાં છે. મજબૂત ક્લોઝિંગ માટે વૈશ્વિક સૂચકોમાં સ્થિરતા આવશ્યક છે. સપોર્ટ લેવલ યથાવત રહે પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વધે તો થોડું ધોવાણ થઈ શકે છે.

રોકાણ રણનીતિ :

આ ફંડમાં લાંબા ગાળાની પોઝિશન રાખવી વધુ યોગ્ય ગણાય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અહીં પણ ઉપયોગી છે. ડિજિટલ ઓનબોર્ડિંગ અને વિદેશી ચલણમાં રિડેમ્પશન જેવી સુવિધાઓ રોકાણકારોને સરળતા આપે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ગ્લોબલ ઇક્વિટી ફંડ્સમાં પસંદગીયુક્ત પ્રવાહ યથાવત રહેવાની શક્યતા છે. ડિફેન્સ, એઆઈ અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં બુલિશ બાયસ યથાવત રહી શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી આધારિત આંતરરાષ્ટ્રીય એક્સ્પોઝર એક યોગ્ય વિકલ્પ બની શકે છે.

Spread the love

Most Popular