વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ઊર્જા બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે, કારણ કે રશિયાએ તાજેતરમાં જણાવ્યું છે કે તેની તેલ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુક્રેનના સતત ડ્રોન હુમલાઓને કારણે રશિયાની અનેક રિફાઇનરીઓમાં મરામત અને ધોવાણ સર્જાયું છે, જેના પગલે સપ્લાય ચેઇન દબાણમાં આવી છે.
ઉપપ્રધાન પ્રધાન અલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે હાલનું ઉત્પાદન વર્ષના શરૂઆતના સ્તર કરતા નીચું છે અને રશિયા તેની એક્સપોર્ટ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યું છે.
યુક્રેન છેલ્લા કેટલાક અઠવાડિયોથી રશિયાના ઊર્જા માળખાને લક્ષ્ય બનાવી રહ્યું છે જેમાં સેંટ પીટર્સબર્ગ, સમારા, તુઆપ્સે, યારોસ્લાવલ અને મોસ્કો જેવી મુખ્ય રિફાઇનરીઓ પ્રભાવિત થઈ છે.
બજારના મુખ્ય પરિબળો :
• રશિયાના તેલ ઉત્પાદનમા ઘટાડા વચ્ચે વૈશ્વિક ક્રૂડ બજારમાં સાવચેતીનો માહોલ છે.
• યુક્રેનના સતત ડ્રોન હુમલાઓથી રશિયાના રિફાઇનિંગ ક્ષેત્ર પર દબાણ યથાવત છે.
• રશિયાની પશ્ચિમ બંદરોમાંથી ક્રૂડ એક્સપોર્ટમાં મે મહિનામાં આશરે ૧૫% ઉછાળો નોંધાયો છે, કારણ કે રિફાઇનરીઓમાં પ્રોસેસિંગ ઓછું થવાથી વધુ ક્રૂડ સીધું બજારમાં મોકલાયું છે.
• ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર રશિયાના ક્રૂડ ઉત્પાદનમા લગભગ ૪.૬ લાખ બેરેલ પ્રતિ દિવસનો ઘટાડો નોંધાયો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ માટે ટેકનિકલ ચાર્ટ મુજબ તાજેતરના બુલિશ બાયસમાં મર્યાદિત ઉછાળો જોવા મળે છે, પરંતુ જીઓપોલિટિકલ તણાવને કારણે વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. જો મુખ્ય સપોર્ટ લેવલ તૂટે તો ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો શક્ય છે, જ્યારે સ્થિરતા આવે તો રેઝિસ્ટન્સ ઝોન નજીક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
વૈશ્વિક ઊર્જા સેક્ટરમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે ટ્રેડર્સ રશિયા-યુક્રેન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોઝિશન બનાવી રહ્યા છે. ભારતીય બજારમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે મર્યાદિત સપોર્ટ જોવા મળી રહ્યો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધતી વોલેટિલિટી ખર્ચ પર દબાણ ઊભું કરી શકે છે.
રોકાણ રણનીતિ :
• ઊર્જા સંબંધિત શેરોમાં સાવચેતી અવશ્ય રાખવી.
• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ક્વોલિટી સ્ટોક્સમાં જ કરવી.
• ટેકનિકલ લેવલ્સને ધ્યાનમાં રાખીને કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં રશિયા-યુક્રેન તણાવ યથાવત રહે તેવી સંભાવના છે, જેના કારણે વૈશ્વિક ક્રૂડ બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. રશિયાની રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થાય ત્યાં સુધી સપ્લાય-ડિમાન્ડમાં વોલેટિલિટી રહી શકે છે. ભારતીય બજાર પર પણ આ પરિસ્થિતિની પરોક્ષ અસર નોંધાઈ શકે છે.






