HomeBusiness News - Rightટ્રેન્ટનો બ્યુટી, ફૂટવેર અને ઈનરવેર બિઝનેસ તરફ વેગ…...!!!

ટ્રેન્ટનો બ્યુટી, ફૂટવેર અને ઈનરવેર બિઝનેસ તરફ વેગ……!!!

ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડે પોતાના વ્યવસાય પોર્ટફોલિયોમાં બ્યુટી, ફૂટવેર અને ઈનરવેરને નવા વૃદ્ધિના સ્તંભ તરીકે વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીના એફવાય૨૬ના વાર્ષિક અહેવાલ મુજબ, આ ત્રણેય કેટેગરી મળીને કુલ આવકમાં લગભગ ૨૦ ટકા હિસ્સો ધરાવે છે અને આ સેગમેન્ટોમાં મજબૂત વૃદ્ધિ યથાવત રહી છે.

એફવાય૨૫માં રૂપિયા ૩,૪૨૭ કરોડની સરખામણીએ એફવાય૨૬માં આ કેટેગરીનું વેચાણ વધીને રૂપિયા ૪,૦૧૫ કરોડ થયું છે, એટલે કે આશરે ૧૭ ટકાનો ઉછાળો નોંધાયો છે.

કંપની વિશે :

ટ્રેન્ટે એફવાય૨૨થી બ્યુટી સેગમેન્ટને ડેસ્ટિનેશન કેટેગરી તરીકે વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેનું ‘સ્ટુડિયોએસ્ટ’ બ્રાન્ડ હવે ફ્રેગ્રેન્સ, કોસ્મેટિક્સ, સ્કિનકેર અને બાથ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોમાં સારી હાજરી ધરાવે છે. સાથે સાથે ‘વન્ડરલવ’ નામથી લિંજરી અને લાઉન્જવેર કેટેગરીમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.

‘ઝુડિયો’ ફોર્મેટે છેલ્લા કેટલાક વર્ષોમાં બ્યુટી અને ફૂટવેર કેટેગરીમાં પસંદગીયુક્ત પ્રોડક્ટ્સ દ્વારા ગ્રાહકોમાં ઝડપી સ્વીકાર મેળવ્યો છે. ટ્રેન્ટના જણાવ્યા મુજબ, બ્યુટી સેગમેન્ટના વોલ્યુમ એફવાય૨૨ના ૫ મિલિયન યુનિટ પરથી વધીને એફવાય૨૬માં ૮૬ મિલિયન યુનિટ સુધી પહોંચ્યા છે, જે મજબૂત બુલિશ બાયસ દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

કંપનીના નોન-અપેરલ સેગમેન્ટમાં ઉછાળો ત્યારે નોંધાયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાગીદારી સંબંધિત દબાણ યથાવત રહ્યું છે. ઈન્ડિટેક્સ સાથેના સંયુક્ત વેન્ચરમાં એફવાય૨૬માં Zara ભારત બિઝનેસમાં ૧.૨ ટકાનો ઘટાડો અને નફામાં ૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. એફવાય૨૫માં કંપનીએ Zara તેમજ Massimo Duttiના સંયુક્ત વેન્ચર્સમાં પોતાની હોલ્ડિંગમાં પણ ઘટાડો કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ટ્રેન્ટ ઘરઆંગણે પોતાના બ્યુટી, ફૂટવેર અને ઈનરવેર સેગમેન્ટને વધુ મજબૂત બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને મેનેજમેન્ટનો બુલિશ બાયસ યથાવત છે.

ભાવિ દિશા :

કંપનીના જણાવ્યા મુજબ, ભારતનો બ્યુટી એન્ડ પર્સનલ કેર માર્કેટ એફવાય૩૦ સુધીમાં રૂપિયા ૨.૪ ટ્રિલિયનથી વધીને રૂપિયા ૩.૮ ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. ફૂટવેર સેગમેન્ટમાં પણ મજબૂત વૃદ્ધિની સંભાવના છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં ટ્રેન્ટ પોતાના નોન-અપેરલ બિઝનેસમાં વધુ મજબૂત ક્લોઝિંગ મેળવવા પ્રયાસશીલ રહેશે.

એનલિસ્ટ નુવામાના અહેવાલ મુજબ, વધતા બેઝના કારણે થોડું ધોવાણ હોવા છતાં આવકમાં કેટેગરી મિક્સ સ્થિર રહેવું પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ સાવચેતીપૂર્વકના ઉછાળાને સૂચવે છે.

Spread the love

Most Popular