HomeBusiness News - Rightએનએચપીસી શેરોમાં ૫ ટકા નજીક ઘટાડો, સરકારના ડિસ્કાઉન્ટેડ OFSથી દબાણ યથાવત...!!!

એનએચપીસી શેરોમાં ૫ ટકા નજીક ઘટાડો, સરકારના ડિસ્કાઉન્ટેડ OFSથી દબાણ યથાવત…!!!

વર્તમાન કારોબારી સેશનમાં એનએચપીસી શેરોમાં શરૂઆતથી જ દબાણ રહેલું છે. સરકાર દ્વારા ડિસ્કાઉન્ટેડ દરે OFS જાહેર કરાતા સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન શેરે અંદાજે ૪.૬ ટકા ઘટાડો દર્શાવી ₹૭૩.૬૨ સુધી ધોવાણ અનુભવ્યું.

કંપની વિશે :

સરકારે એનએચપીસીનો કુલ ૬ ટકા હિસ્સો OFS દ્વારા વેચવાનો નિર્ણય કર્યો છે, જેમાં ૩ ટકા બેઝ ઓફર અને વધારાના ૩ ટકા ‘ગ્રીન શૂ’ વિકલ્પનો સમાવેશ થાય છે. ફ્લોર પ્રાઈસ ₹૭૧ નક્કી કરાઈ છે, જે અગાઉના ક્લોઝિંગ પ્રાઈસની સરખામણીએ લગભગ ૮ ટકા ડિસ્કાઉન્ટ છે. કુલ ૬૦.૨૭ કરોડ શેરોની આ વેચવાલીથી અંદાજે ₹૪૨૦૦ કરોડની આવક થવાની ધારણા છે.

બજારના મુખ્ય પરિબળો :

• ડિસ્કાઉન્ટેડ ફ્લોર પ્રાઈસને કારણે શેરમાં નફારૂપી વેચવાલી યથાવત રહી છે.
• OFS ખુલતા પહેલા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે.
• શરૂઆતના કલાકોમાં શેરમાં વધારાની વોલેટિલિટી જોવા મળી.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ હાલમાં શેરમાં બેરિશ બાયસ રહેલું છે. ₹૭૧ નજીકનું લેવલ મહત્વનું સપોર્ટ લેવલ માનવામાં આવે છે. કોઈ પણ ઉછાળે નફારૂપી વેચવાલી આવવાની શક્યતા વધુ છે, જ્યારે મજબૂત ક્લોઝિંગ ન મળે ત્યાં સુધી શેરમાં સ્થિરતા મર્યાદિત રહી શકે છે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સાવચેતી રહેવી જરૂરી.
• ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલી કરવાની સંભાવના છે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરી શકાય પરંતુ કડક સ્ટોપલોસ જરૂરી.
• OFS પૂર્ણ થયા બાદ જ પોઝિશનમાં મજબૂત ચાલની અપેક્ષા રાખવી.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. OFS સબ્સ્ક્રિપ્શન અને ક્લોઝિંગ પ્રાઈસ શેરની આગામી દિવસોમાં દિશા નક્કી કરશે. કુલ મળીને ટૂંકાગાળે સાવચેતીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular