May 29, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Friday, May 29, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftયુએસ–ઇરાન શાંતિ સંકેતો વચ્ચે વૈશ્વિક બેઝ મેટલ્સમાં ઘટાડો યથાવત...!!!

યુએસ–ઇરાન શાંતિ સંકેતો વચ્ચે વૈશ્વિક બેઝ મેટલ્સમાં ઘટાડો યથાવત…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક બેઝ મેટલ્સ બજારમાં ઘટાડો યથાવત રહ્યો છે, કારણ કે યુએસ–ઇરાન યુદ્ધ વિરામ કરાર અંગેના મિશ્ર સંકેતોને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથેની વાટાઘાટ અંગે અસંતોષ વ્યક્ત કરાતા અનિશ્ચિતતા ફરીથી વધી છે.

હોર્મુઝ જળમાર્ગ પર ટ્રાફિક સામાન્ય થઈ જશે એવા ઈરાનના દાવાને યુએસે ખંડન કર્યાથી મેટલ્સમાં વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે. કોપર અને એલ્યુમિનિયમ જેવા ઔદ્યોગિક ધાતુઓ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રેન્જ બાઉન્ડ ચાલી રહ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

• યુએસ–ઇરાન શાંતિ કરાર અંગે અસંજસને કારણે વૈશ્વિક મંદીનું જોખમ યથાવત છે.
• હોર્મુઝ ક્ષેત્રમાં અવરોધના કારણે ધાતુઓની સપ્લાયમાં ધીમો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
• ઈરાનના હુમલાઓથી બે મુખ્ય સ્મેલ્ટર્સને નુકસાન થતાં એલ્યુમિનિયમના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
• વૈશ્વિક સંસ્થાઓના અંદાજ મુજબ મધ્યપૂર્વમાં આ વર્ષે આશરે ૩.૫ મિલિયન ટન એલ્યુમિનિયમ ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.
• ચીન અને ઇન્ડોનેશિયા સપ્લાય વધારવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાં, વૈશ્વિક સપ્લાયમાં આશરે ૩% ઘટાડો થવાની શક્યતા યથાવત છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

• કોપર ફ્યુચર્સમાં આશરે ૦.૭% ઘટાડો સાથે તે ૧૩,૫૩૧ યુએસ ડોલર પ્રતિ મેટ્રિક ટન પર ક્લોઝિંગ થયું.
• એલ્યુમિનિયમમાં પણ ૧% ઘટાડો રહ્યો, તેમ છતાં તે મધ્ય ફેબ્રુઆરી બાદથી સૌથી મજબૂત ધાતુઓમાંનું એક રહ્યું છે.
• ટ્રેડર વર્ગ યુએસ બજાર માટે વૈકલ્પિક સપ્લાય શોધી રહ્યો છે, કારણ કે આયાત પર સંભાવિત ટેરિફ અંગે અટકળો વધી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

• કોપર અને અન્ય ધાતુઓ હાલમાં રેન્જ બાઉન્ડ ચાલતમાં છે, જ્યાં ઉપરની તરફ મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.
• નીચેની તરફ સપોર્ટ લેવલ નબળો પડતાં વધુ ઘટાડાનો જોખમ રહેલો છે.
• વોલેટિલિટી યથાવત હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે પસંદગીયુક્ત તબક્કાવાર ખરીદી વધુ અનુકૂળ રહેશે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ અનિવાર્ય.
• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી દ્વારા પોઝિશન બાંધવી.
• વૈશ્વિક પરિસ્થિતિમાં સાવચેતી રાખવી જરૂરી.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. યુએસ–ઇરાન વાટાઘાટની દિશા ધાતુઓના ભાવને અસર કરશે. જો સ્પષ્ટ શાંતિ સંકેતો મળશે તો મેટલ્સમાં મર્યાદિત ઉછાળો સંભવ છે, અન્યથા અનિશ્ચિતતા યથાવત રહી શકે છે.

Spread the love

Most Popular