May 28, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 28, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightએસબીઆઈ ફંડ્સનો ૧૩,૦૦૦ કરોડનો IPO : રોડશો શરૂ, બજારમાં વધતી સાવચેતી વચ્ચે...

એસબીઆઈ ફંડ્સનો ૧૩,૦૦૦ કરોડનો IPO : રોડશો શરૂ, બજારમાં વધતી સાવચેતી વચ્ચે મોટું ઓફર…!!!

વર્તમાન કારોબારી સેશનમાં એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ દ્વારા ૧૩,૦૦૦ કરોડના IPO માટે રોડશો શરૂ થતાં બજારમાં ફરી સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી ઓફર અને પ્રોફિટ બુકિંગ વચ્ચે વોલેટિલિટી યથાવત રહી છે.

આ ઓફર જૂન અંત અથવા જુલાઈ દરમિયાન બજારમાં આવવાની સંભાવના છે, જેમાં એસબીઆઈ અને આમુન્ડી મળીને કુલ ૨૦૩.૭ મિલિયન શેરનું વેચાણ કરશે, જે કંપનીના આશરે ૧૦% હિસ્સાને દર્શાવે છે.

કંપની વિશે :

એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટની સ્થાપના ૧૯૯૨માં થઈ હતી અને આજે તે દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે ઓળખાય છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કંપની પાસે ૧૨.૫ ટ્રિલિયન રૂપિયાનો એસેટ બેઝ હતો અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં ૧૫.૪% માર્કેટ શેર ધરાવતી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫માં કંપનીએ ૨,૫૩૧ કરોડનો નફો નોંધ્યો હતો, જે અગાઉના વર્ષ કરતાં ઉંચો છે.

હાલ એસબીઆઈ પાસે ૬૧.૭૬% અને આમુન્ડી પાસે ૩૬.૨૬% હિસ્સો છે. આ IPOમાં કોઈ નવો ઈશ્યુ નથી, એટલે કે IPOની સંપૂર્ણ રકમ હાલના શેરહોલ્ડર્સને જ મળશે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સ્થાનિક માર્કેટમાં ચાલતી પ્રોફિટ બુકિંગને કારણે વોલેટિલિટી યથાવત રહી છે. મોટા IPO આવવાના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. કેટલીક કંપનીઓએ પોતાના IPO મુલતવી રાખતા સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલ વધુ યોગ્ય છે. મોટા IPOના પ્રવાહને કારણે માર્કેટ લિક્વિડિટીમાં મર્યાદિત બદલાવ થઈ શકે છે, જેના કારણે સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી સમજી શકાય તેવી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આ IPO સાથે મેનિપાલ હેલ્થનો IPO પણ બજારમાં આવવાનો હોવાથી માર્કેટ રેન્જ બાઉન્ડ ચાલવાની સંભાવના છે. સેક્ટરમાં બુલિશ બાયસ મર્યાદિત છે અને બેરિશ બાયસ ઝડપથી બદલાઈ શકે છે. જો બજારના સપોર્ટ લેવલ તૂટે તો ટૂંકા ગાળામાં વધુ ઘટાડો નકારી શકાય નહીં.

Spread the love

Most Popular